સૃષ્ટિ તમારા આગમનથી છે હસી રહી

સામાન્ય

સૃષ્ટિ તમારા આગમનથી છે હસી રહી

કળીઓ બધાં હૃદય તણી આજે ખીલી રહી …

 

          શીતળતા ચાંદની ની દિનમાં વહી રહી

          ચમકતી દિપ્તી તારકોની છે રમી રહી …

 

ગંધર્વ યક્ષ કિન્નરોનાં ગાન તો સુણો

ને દેવની ખુશી તણા ઉદ્ઘોષ તો સુણો

ધરતી તણાં આનંદની ના કો સીમા રહી …       સૃષ્ટિ

 

દેખો પધાર્યા પાંડુરંગ ચક્રને ત્યજી

શબ્દો ના વેણુ નાદથી દુનિયા ઝુમી ઉઠી

ગીતાના મધુર ગાનથી જીવન ઉઠ્યાં હસી …    સૃષ્ટિ

 

ભુતકાળનાં વર્ષો બધાં ઘરડાં થઈ ગયાં

ડડળી ગયાં છે ખુદ નહીં ઘડપણ દઈ શક્યાં

યુવાની આપની તો યુવાન થઈ ગઈ …             સૃષ્ટિ

 

માં સંસ્કૃ તિ ની આંખથી આંસુ વહી રહયાં

ક્યારે સપુત જન્મશે એ ભાવથી રડ્યાં

તમ આગમનથી સંસ્કૃતિની શાન ગઈ વધી … સૃષ્ટિ

 

છોને વદે ” વ્યક્તિ પુજા” ની વાત સૌ જનો

દિલના છલકતા ભાવને સમજે નહીં જનો

શક્તિ બધી પ્રભુની તમ માં વસી ગઈ …         સૃષ્ટિ

 

આજે  મળી અનોખી પળ મુજ જિંદગી મહીં

દાદા ને શબ્દ માળથી પુજવા મથી રહી

આવી અનોખી ક્ષણ તણી યાદી વસી ગઈ…     સૃષ્ટિ

=========== ૐ =============

અધિક શ્રાવણ સુદ ૯ સં . ૨૦૩૩ સોમવાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s