યોગેશ્વરને પગલે પગલે

સામાન્ય

अज्ञानतिमिरांधस्य ज्ञानांज्जन सलीकया

चक्षुरुन्मीलीतं येन तस्मै श्री गुरुवे नम:|

યોગેશ્વરને પગલે પગલે તું ડગ ભરતો જાયેરે

માનવ માનવ હૈયાં વચ્ચે તું સેતુ થઈ જાયેરે …

 

અશ્વમેઘ સ્વાધ્યાય તણો તેં કરાળ કળીયુગ માં કીધો

સ્વાર્થ વીના નહીં ડગ ભરતા માનવને તેં ફરતો કીધો

અશ્વમેઘનો અશ્વ સકળ ગામે ગામોમાં જાયેરે …             યોગેશ્વરને …

 

યૌવન કીધું જ્ઞાન વૃધ્ધને વૃધ્ધોને જોબન દીધુ

મહીલાનો મહીમા સમજાવી બાલજીવન મધુરું  કીધું

જીવનની હર પલ પલ ને તું મસ્ત બનાવી જાયેરે …          યોગેશ્વરને …

 

તિલક મુર્તિ મંદિર મહીમા કહેતો આધુનિક ઢંગે

બ્રાહ્મણની ગરીમા સમજાવે પ્રેમે લઈને તુજ સંગે

સંકેતોમાં પ્રાણ પુરીને મર્મ સકળ સમજાવે રે …               યોગેશ્વરને …

 

અબુધ સબુધ ને રાય  રંકના ભેદ નહીં અહીં વરતાયે

સત્તાધીશો ધનવાનોની લાચારી ના અહીં થાયે

સૌ સરખાં પ્રભુનાં સંતાનો એ સંદેશ વહાવેરે …                 યોગેશ્વરને …

 

દાદા તવ પગલે ચાલીને હું પણ ડગ ભરતો જાઉં

યોગેશ્વરની શક્તિ તારી આશિષ લઈ ધપતો જાઉં

અલ્પમતિ ને અલ્પ શક્તિ હું કરપકડી  લઈ જાયેરે …      યોગેશ્વરને …

=================== ૐ ===================

અધિક શ્રાવણ સુદ ૧૩  સં ૨૦૩૩ ગુરુવાર તા. ૨૮-૦૭-૭૬.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s