હે દયાઘન પ્રેમ સિંધુ મુજ નયન શણગાર હો

સામાન્ય

હે દયાઘન પ્રેમ સિંધુ, મુજ નયન શણગાર હો

તુજ મનન નો તુજ કવનનો, મુજ હૃદય વિકાર હો …      હે …

 

સંધ્યા અને ઉષા તણા રંગો મહીં મલકી રહ્યો

સરીતા તણા જલદલ ઉપર આનંદ થઈ છલકી રહ્યો

એ હાસ્ય ને આનંદ આવિષ્કાર મમ ઉરમાં વહો …          હે …

 

નક્ષત્ર તારા ચંદ્ર સુરજ ને ધરા નચવી રહ્યો

નટરાજ  થઈને તવ ચરણ થડકારથી ધ્રુજવી રહ્યો

તુજ નૃત્યને ધબકારનો મમ જીવનમાં સ્વિકાર હો …       હે …

 

વ્યોમ રંગી દેહ પર વિધુત અલંકારો ધર્યા

ને ધરા  કેરું પિતાંબર મુકુટ સુર્ય સમા ધર્યા

તે વ્યોમ શું વ્યાપક ધરા શું ધૈર્ય મમ જીવન હજો …       હે …

 

પુષ્પો સુગંધિત લતા પલ્લવ ફળ મહીં પીગળી ગયો

રસરાજ થઈ માધુર્ય સઘળું વિશ્વને વહેંચી રહ્યો

એ મધુર રસ માધુર્ય મારા જીવનમાં વિલસી રહો …       હે …

 

સત્ય થઈ નિર્ગુણ રહ્યો કલ્યાણ મય શિવં બન્યો

વિશ્વમાં તું સુંદરમ થઈ મમ હૃદય મોહીં રહ્યો

સત્યં, શિવમ ને સુંદરમ સમ જીવન મમ ખીલતું રહો …  હે …

============= ૐ =========

ગણેશ ચતુર્થિ સં. ૨૦૩૩ તા. ૧૬-૯-૭૭ શુક્રવાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s