મારે હૃદય વસો ઘનશ્યામ

સામાન્ય

મારે હૃદય વસો ઘનશ્યામ

                                મારું હૃદય પણ શ્યામ…                 મારે હૃદય…

 

શ્યામ રંગ બન્યો શોકાંતીક ચહે ન કોઈ લગાર

શ્યામ રંગી ઘનશ્યામ બન્યો તું અનંગ બહુ શરમાય …    મારે હૃદય …

 

યમુનાના શ્યામલ નીર ઝંખે તુજ દર્શન ની આશ

તૃષાા છીપાવે સકળ સૃષ્ટિની તુજ ચરણોની પ્યાસ  …    મારે હૃદય …

 

કાળી નાગ બન્યો મદમાતો દ્વેષ ભર્યો વિકરાળ

સમજ્યો ના શાને તેં નાથ્યો બહુજન હિતને કાજ …          મારે હૃદય…

 

કાળી કુબડી કુબ્જા લઈ તુજ ચરણોનો આધાર

તુજ સ્પર્શે સૌંદર્ય વતી થઈ એ છે મારી જાણ …               મારે હૃદય …

 

દ્રુપદ સુતા શ્યામા તુજ ભગીની નો સુણતાં તે સાદ

વસ્ત્ર હરણ કરતો પાપી તેં પુર્યાં ચીર તત્કાળ …               મારે હૃદય…

 

કાળા કર્મી ને પાપી જો પામે તુજ સંગાત

પાતકની કાળાશ હરે તું પુણ્ય પુરુષ થઈ જાય …          મારે હૃદય …

=== ૐ ===

અનંત ચતુર્દશી, ભાદરવા ૧૩-૧૪,  સં. ૨૦૩૩, સોમવાર. તા. ૨૬-૯-૭૭.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s