નાચરે મયુર કાન બંસરી બજાવે

સામાન્ય

નાચરે મયુર કાન બંસરી બજાવે …

સ્થંભ્યાં જમનાનાં નીર વ્યોમે વિહંગ સ્થિર

શીતલ પવન તણી મંદ મંદ લહરીઓ

નાચંતી ખેલંતી કુદતીં આવે …                      નાચરે …

 

જલ તરંગ મન તરંગ હૃદયના પ્રણય તરંગ

સૃષ્ટિ કેરા વિવિધ રંગ નચવે ઉભો ત્રિભંગ

બંસીની ધુન મહીં વિશ્વને નચાવે …              નાચરે …

 

ઝરણાં  નાં ગીત સ્થંભ્યાં વૃક્ષે સંગીત થંભ્યાં

મધુકરનાં ગાન અને સર્પોના તાલ વળી

પંખીના કલરવને ગાનમાં મિલાવે …               નાચરે …

 

પ્રકૃતિના પ્રાણ થયા મોહિત તવ ગાન સુણી

ચેતના આ વિશ્વ તણી બંસીમાં લીધી પુરી

પાંડુરંગ જે અરંગ જગને રંગાવે …                   નાચરે …

 

દેખ દેખ ઓ મયુર શાને થયો બધિર

છોડ ગર્વ રુપ તણો નૃત્ય મહીં થઈજા સ્થિર

ગોપ વૃંદ ઘેર્યો કૃષ્ણ બંસરી બજાવે …           નાચરે …

========== ૐ ==============

સોમવાર તા. ૬-૯-૭૬

Advertisements

3 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s