નભ મંડળમાં ધવલ ધરા પર તારલિયાનો મેળો

સામાન્ય

નભ મંડળમાં ધવલ ધરા પર તારલિયાનો મેળો

વચ્ચે હસતો રમતો સોળ કળાએ ચંદ્ર  ખીલેલો

દેખો વૈભવ પુનમ કેરો …

 

અંધકાર વ્યાપ્યો ચો પાસે તો પણ ક્રમશ: વધતો

વધતો પણ ના મિથ્યા વાણી મૌન ધરીને ધપતો

એતો શુન્યથી સૃષ્ટિ સૃજતો …

 

ખીલતો ખુદને વિકસીત થાતો ઔષધ પુષ્પ ખીલવતો

યૌવનને હૈયે એ વસતો કવિની કલમે રમતો

ચંદા મામા બાળ હૃદય નો …

 

આપ્ત પ્રયત્ને પુર્ણ થવાને દિલથી યત્ન જ કરતો

પુર્ણ થયો પણ ગર્વ નહીં શીતળતા એ રેલવતો

તેથી શિવ મસ્તક જઈ વસતો …

 

હાસ્ય શિતળતા પર વિકસનને જીવન શક્તિ દેતો

અર્જન કરી પરકાજ વિસર્જન સૌ હૃદયોમાં વસતો

અમને જીવન કલા શિખવતો …

==============ૐ =====================

શ્રાવણ વદ બીજ સં. ૨૦૩૩ તા. ૩૦-૮-૭૭ મંગળવાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s