ચાહો તો કાન તમે રમવાને આવજો

સામાન્ય

છંદ

 

વિસરાઈ જતાં જીવન તત્વો

સત્વો વિસરાયાં ધર્મ તણાં

તે જોઈ પ્રભુનાં નયણાં થી

આસું છલકાયાં ગમગીની નાં

 

એ અશ્રુબિંદુ સાકારીત થઈ

દેખાયાં પાંડુરંગ રુપે

વહેતાં વહેતાં છલકંતા એ

જઈ ગામ ગામ ઘર ઘર રેલે


ચાહો તો કાન તમે રમવાને આવજો

સોણલાં અધુરાં પુરાં કરવાને આવજો …      ચાહો તો …

 

વંઠેલા દુર્યોધન કર્ણો રોળાઈ ગયા

ગર્જતા અર્જુનના પડઘા પડછંદ પડયા

વીર રસના સાગરમાં નાવાને આવજો …      ચાહો તો …

 

ગીતાના શબ્દોએ નવલા શણગાર સજ્યા

યૌવનના હૈયાના ઝુલે એ ઝુલી રહ્યા

યૌવન હીંડોળા પર ઝુલવાને આવજો …      ચાહો તો …

 

વેદ અને ઉપનિષદ ગીતાએ રાસ રચ્યા

શ્રુતિઓ ને સ્મૃતીઓએ એમાં જઈ તાલ પુર્યાં

નચવે છે પાંડુરંગ જોવાને આવજો …          ચાહો તો …

 

સૃષ્ટિમાં પ્રેમ તણી વૃષ્ટિ વરસાવતાં

શ્રધ્ધાની પુષ્ટિ ને તૃષ્ટિ પ્રસરાવતાં

નયનોનાં દર્શન દેવાને તમે આવજો …       ચાહો તો …

 

થાતું હશે કે” શાંને દશમો અવતાર ધરું

જીવતાં મડદાં ભમે ત્યાં જઈને કાં વાસ કરું”

અસ્મિતાનાં તેજ કિરણ જોવાને આવજો …  ચાહો તો …

 

આવો તો હૈયાનાં આસન બિછાવી દઉં

આંખોની પલકોનો વીંઝણો વિઝાંવી દઉં

સ્નેહની સરીતામાં નાહ્વાને આવજો …          ચાહો તો …

=================ૐ=========================

કારતક સુદ ચૌદસ સં. ૨૦૩૪ ગુરુવાર તા. ૨૪-૧૧-૭૭

Advertisements

2 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s