ભરી છે જીવનમાં ઘણીયે વ્યથાઓ

સામાન્ય

ભરી છે જીવનમાં ઘણીયે વ્યથાઓ

લખાણી છે એવા જીવનની કથાઓ

ભલે ભાસે ધંતુરશી ખુશ્બો વિનાની

શિવે શિર ધરી છે એ પુષ્પો ની માળો

 

વ્યથા એજ હાથે ઝલાવ્યાં છે ખડગો

કર્યા ચુર્ણ છે સૌ ઉપાધીના ખડકો

પુજાણી છે એવા જીવનની સમાધિ

કર્યો માર્ગ છોને જલે આગ ભડકો

 

સંકટના કંટક ઉગે છો ને ભાઈ

લેવીજો ચાહો કુસુમ કેરી ખુશ્બો

કંટકની શૈય્યાનું સ્વાગત કરીલો

પછીથી ચમકશે બહુરંગી પુષ્પો

 

વ્યથાથી ઘડાશે જો જીવનનું આલય

અટલ થઈને રહેજો ભલે ઠંડ તડકો

થશો એ દિલિપ ને શિબિ રાય માફક

“વ્યથા” ટાંકણા થી જો ઘડશો કથાઓ

===========ૐ================

દશેરા- વિજયા દશમી (આસો સુદ ૧૦) સં. ૨૦૩૩ શુક્રવાર તા. ૨૧-૧૦-૭૭.

શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠશાળા માધવ બાગ- મુંબઈ માં રાત્રે ૮-૧૦ થી ૮-૪૦ વચ્ચે લખાયું.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s