કાગળની છે નાવ આપણી

સામાન્ય

કાગળની છે નાવ આપણી

ચાલો ફરવા જઈએ

તાસકડીના જળમાં સરતી નાવ આપણી

ચાલો સરવા જઈએ

 

એમ કરોને!  સુકાન લો તમે

ને હું પાણી ઉલેચું

સાથે સાથે રુદિયા કેરાં

ઝેર બધાંય ઉલેચું

 

હલેસાંને હાથમાં લઈને

ચાલો મારગ કરીએ

 

જલદી કરજો કાગળની આ નૈયા જો જો

કયારે જાશે ફાટી

તાસકડી તોફાન ગર્જશે

ક્યારે જાશે તૂટી

 

દિવાસળનાં હલેસાં છે

ધીમે ધીમે મથીએ

ડબક ડબક હલેસાં ને જળ

એને તાલે આગળ ધપીએ

ધપતાં ધપતાં ગાતાં જઈએ

 

હૈયા હો પડકાર કરીએ રે

સર સર સર સર વહેતો વાયુ

ફટાક પૂરું થાશે આયુ

તે પહેલાં સમજી સમજી ને

શઢને ખોલી દઈએ

 

તાસકડીના બુંધે જાશું

કદીક આપણે

ઘડી બે ઘડી મોજ મહીં પણ

આફતને જાણી લઈએ

 

ચિંતા કેવી ?

જાણીજાણી બેઠા છે સૌ

કાગળની છે નાવ આપણી

આફતને માણી લઈએ

 

તાસકડી સરજ્યા તોફાને

મોંજાએ દીધેલા તાલે

ઝટપટ નાચી લઈએ

સાથે સૌ ગાતાં જઈએ સાથે સૌ મરતાં જઈએ

===================ૐ==========================

કારતક સુદ ચૌદસ ગુરુવાર સં. ૨૦૩૪ તા. ૨૪-૧૧-૭૭

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s