તારી દુનિયાને જોઈ થયો બેજબાન

સામાન્ય

તારી દુનિયાને જોઈ થયો બેજબાન

થયો બેજબાન એ છે લાજવાબ …      તારી …

 

કેવાં સાગરને પેટાળે શંખ છીપ બનાવ્યાં

જંતુને ક્યારે તેં આવાં કૌશલ જઈ શીખવાડયા

એ કૌશલ જોઈ થયો હેરાન …      તારી …

 

નર્તનનું શિક્ષણ શેં દીધું પશુ પક્ષીમાં પોહંચી

નાચંતો મોરલીયો નીરખી મારી ભ્રમણા ભાંગી

એ નર્તન શીખવી બન્યો બેનામ …      તારી …

 

મધુમાખી ને સુગરીના માળાનો કીમિયો ભાળો

તરણે તરણું ગુંથતા થાતો ચકલી કેરો માળો

શેં વાસ્તુકલા શીખવી ભગવાન …      તારી…

 

સ્વાદ ભર્યો ફળમાં પહોંચીને એ કૌતુક છે ભારી

ફોરમ પણ ફુલમાં શેં પહોંચી અચરજ લાગે લાખ

જો સ્વાદ સુગંધ નહીં બીજ માંય …      તારી …

 

બુધ્ધિ મારી અટકે નીરખી તુજ કીમિયાને ભાળી

શબ્દો ખુંટતા વર્ણન કરવા તુજ સૃષ્ટી ને ભાળી

તું કીમિયા કરીને થયો અનજાન …      તારી …

=================ૐ======================

રવિવાર તા. ૬-૧૧-૭૭

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s