દેખ દેખ ઓ માનવ તારી આળસને જો

સામાન્ય

દેખ દેખ ઓ માનવ તારી આળસને જો

આંખો પર પર્વત કાં મેલ્યા ઉંચકીને જો

 

ક્યાં ગઈ તારા રક્ત થકી રાઘવની ઉષ્મા

ક્યાં ગઈ છે ચારિત્ર્ય તણી એ રામ પ્રતિમા

 

જન જન માં રાવણ છે જાગ્યો મોં ખોલીને

સૌંદર્ય તણું લક્ષણ કરવા મોં મચકોડીને

 

અટ્ટહાસ્યમાં એના દાનવતા મલકી છે

આંખોમાં એની કંઈક સીતાઓ કેદ થઈ છે

 

ને ઈશભક્તો બેઠા છે મોં બંધ કરીને

સાવજનાં સંતાનો ભસતાં શ્વાન થઈને

 

અસ્મિતા અર્જુનની દેખો બાષ્પ થઈને

ગાંડીવના ગર્જનની આજે પણછ તુટી છે

 

શૌર્ય હવા થઈને માનવથી વિમુખ થયું છે

“પાર્થ” મટી પથ્થર જેવું જન હૃદય થયું છે

 

દુ:શાસનનાં કુશાસને ઘર ઘર પહોંચ્યાં છે

કઈં શ્યામાનાં ચીર તણાં ચીથરાં ઉડયાં છે

 

ગીતાને ચરણે દાબી કઈં કંસ ઉભા છે

શીશુ પાળની ગાળોના ધુધવા છુટયા છે

 

કયાં ગઈ તારી ભિષ્મ પ્રતિજ્ઞા ધર્મ ને ખાતર

શંખ ધ્વનિ કાં શૌર્ય વિનાના જીવન ક્ષેત્ર પર

 

ક્યાં ગઈ તુજથી કૃષ્ણ પ્રભુની જીવન રસિકતા

સુદર્શન ધારણ કરવાની પૌરુષ ક્ષમતા

 

કૃષ્ણ પ્રભુનો કર્મયોગ કાં વિલિન થયો છે

દૈવ તણો અનજાન માર્ગ પર ભટકી રહ્યો છે

 

એ વાત ધરી હૈયે સ્વાધ્યાયી છે ધપતો

રણમાં એ વીરડી જેવો છે ઈશને ગમતો

 

કર્મ ગ્રહ્યું છે કૃષ્ણ કને થી ધર્મ ધર્યો રાઘવનો

જ્ઞાન લીધું છે શિવજી પાસે મસ્ત થઈને ફરતો

===========ૐ==========

કારતક વદ તેરસ સં. ૨૦૩૪  શુક્રવાર તા. ૯-૧૨-૭૭

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s