ધર્મે સમજાવ્યું છે બુધ્ધિ પૂજન

સામાન્ય

ધર્મે સમજાવ્યું છે બુધ્ધિ પૂજન

જુવો તિલક કરાવે છે એનું દર્શન …

 

બુધ્ધિનું આભુષણ ઈશ્વરની દેણ છે

સમજીને જીવવાનું વેદોનું કેંણ છે

માગે છે ઈશ્વર એ બુધ્ધિ નું ધન …     જુવો …

 

મસ્તકના આલયમાં પ્રજ્ઞાનો વાસ છે

ઉત્કૃષ્ટ સુગંધિત જીવનનો શ્વાસ છે

ભરવું છે પ્રજ્ઞામાં ઈશ્વર સ્મરણ …     જુવો …

 

છેદાય અંગ કોઈ માનવ મરે નહીં

શિશ જો હણાયે તો જીવન ટકે નહીં

દેહ મહીં એનું અનોખું છે સ્થાન …     જુવો …

 

બુધ્ધિ સોંપાશે ના ઈશ્વરના હાથમાં

રાવણ ને કંસ થશે સુંદર સમાજમાં

થઈ જાશે વિશ્વ બધુ નર્કાયતન …     જુવો …

 

સોંપી જો બુધ્ધિની ભેટ ભગવાનને

સમજીને પુજીશું ઈશના પ્રસાદને

શિર પર કીધું તેથી તિલક અર્ચન …     જુવો …

 

સમજીને તિલકને મસ્તક પર ધારશું

ઈશ ચરણે ભાવ અને જ્ઞાન ને વધારશું

ઈશને ગમે એવું કરશું જીવન …     જુવો  …

=========== ૐ =========

મહા સુદ ત્રીજ સં. ૨૦૩૪ શુક્રવાર તા. ૧૦-૨-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s