છે સર્જન વિસર્જન નયનને ઈશારે

સામાન્ય

છે સર્જન વિસર્જન નયનને ઈશારે

જગત નાટકી વિશ્વ નચવી રહ્યો છે

અધર કંપનોથી જીવન રાગીણી દઈ

હૃદયમાં સકળનાં એ ગુંજી રહ્યો છે …

 

સમાધિથી ખોલી નયનની તિજોરી

હજારો સિતારામાં ચમકી રહ્યો છે

સહજ શ્વાસ તૃપ્તિ તણો જ્યાં તેં લીધો

હજારો જીવનને તું સર્જી રહ્યો છે …

 

રચાતી સહજ સ્મિત રેખા જો મુખ પર

સકળ પુષ્પને તું ખીલવી રહ્યો છે

અનેકો વદન મુક્ત હાસ્યે મલકતાં

સહજ હાસ્યથી હાસ્ય સાગર ભર્યો છે …

 

કદીક ભાવ દૃષ્ટી પડે કો મનુજ પર

સૌંદર્યની છાંટ છાંટી રહ્યો છે

કદીક હર્ષ તાળી થકી મેલ ખરતો

મળથી તું સૌંદર્ય વેરી રહ્યો છે …

 

નટવર બનીને તું બંસી બજવે

કદીક થઈને નટરાજ નાચી રહ્યો છે

જગતને તો લાગેછે ઘટના અજાયબ

સહજમાં તું લીલાને સાધી રહ્યો છે

લીલા કરીને તું રમતો રહ્યો છે …

================ૐ===============

પોષ સુદ આઠમ સં. ૨૦૩૪ સોમવાર તા. ૧૬-૧-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s