કેને બા ચાંદાને ઠંડી ના લાગતી

સામાન્ય

(રાગ – ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે )

 

કેને બા ચાંદાને ઠંડી ના લાગતી

દાદી મા એની કેમ બંડી ના આપતી

 

બાળ એવું માનતો બા જગનો નિષ્ણાત છે

ચંદાની સાથે જાણે ઘરનો સહવાસ છે

ભાવ ઘેલા હૈયે એ બાળને સમજાવતી …        દાદીમા …

 

થરથરતો બાળ ચંદો હોઠ એના કાંપતા

શોધે સૂરજ દાદાને હાથ એ ના લાગતા

રમતા એ સંતા કૂકડી શરદી સતાવતી …        દાદીમા …

 

માપ લીધું ચાંદ કેરું બંડી બનાવવા

વેલ અને ભાત ભર્યાં એને શોભાવવા

હોંશથી પહેરાવતી બા પણ એ ટુંકી થઈ …        દાદીમા…

 

માત રોજ માપ લેતી બંડી બનાવવા

રોજ ચાંદ મોટો થાતો એની એ આપદા

સાંજે બનાવતી બીજે દિ’ ટૂંકી થતી …        દાદીમા …

 

પૂનમની રાતે એ સૌથી મોટો થયો

આનંદ માત દીલે આજે છલકી ગયો

હાવેતો ફરતી ના એને બનાવવી …            દાદીમા …

 

ઘટના એવી બનીકે ચાંદો નાનો થતો

બંડી મોટી પડે ને એતો ઘટતો જતો

રોજ સીવે માત પણ કાયા નાની થતી …        દાદીમા …

 

રોજની ઉપાધિથી બા તો થાકી ગઈ

બંડી બનાવવાની લપને ત્યજી દીધી

ઠંડી તો લાગતી પણ બંડી ના આવતી

દાદીમા તેથી ના બંડી બનાવતી …            દાદીમા …

=============== ૐ =============

મહા સુદ એકાદશી સં. ૨૦૩૪ શનિવાર તા. ૧૮-૨-૭૮

Advertisements

3 responses »

 1. રોજની ઉપાધિથી બા તો થાકી ગઈ

  બંડી બનાવવાની લપને ત્યજી દીધી

  ઠંડી તો લાગતી પણ બંડી ના આવતી

  દાદીમા તેથી ના બંડી બનાવતી
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dadima….Making of the Bandi…..Chandrama size increase & decrease…..Dilemma in Life…. is that everchanging events…..One has to adjust to these.
  I read the Post.
  I liked it.
  I picked some lines & told as I understood….
  Dineshbhai,
  This is the 1st time I visit your Blog after getting the LINK to your Blog from your Comment on my Blog Chandrapukar.
  Thanks for your visit/comment .
  Please do revisit !
  Dr. CHandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s