દોડયા કરે

સામાન્ય

દોડયા કરે દોડયા કરે દોડયા કરે બસ માનવી

ઢુંઢયા કરે શાંતિ ને શોધ્યા કરે છે માનવી

 

વાહન થયાં ગતિમાન સાથે દેહ પણ ગતિમાન

જોડે મન અતિ ગતિમાન રે ના શાન ને કંઈ ભાન

વાત પણ અર્ધી સુણે સુણતા નહીં કો માનવી … દોડયા કરે …

 

જળ સભર કો આંખ થઈને રાંક પીયુ પોકારતી

કો આંખ છે ખોડાઈ નીજ દ્વારે શિશુ બોલાવતી

ઝાંખાં નયન જળધાર રેલે પીગળતા ના માનવી … દોડયા કરે …

 

એનું હાસ્ય છે મેલું અને હૈયું ઘણું મેલું

વળી છે હાથ પણ મેલા થયું જીવન સકળ મેલું

(અરે) માલીન્યને પ્રક્ષાલવા થોભે નહીં આ માનવી … દોડયા કરે …

 

વિત્ત ને વનિતા તરફની દોડ છે ગતિમાન

ભાવના ભડકે બળે ને સ્વાર્થનું પયપાન

લાશ પર ઢાંકયાં કફનનાં મુલ્ય માગે માનવી … દોડયા કરે …

 

હાસ્યને મળવું હતું તમ હાસ્ય સાથે એક પલ

અટકયા નહીં વિરમી ગયું એ વાયુમંડલમાં સજલ

હાસ્યને પણ તોલતાં ને વેચતા આ માનવી … દોડયા કરે …

 

હૃદય પલટો વાંછતા પણ હૃદય બદલો થઈ ગયો

વિચ્છેદ દેખો લગ્ન સામે અજીત થઈ મલકી રહયો

કામ અંગારે સળગતા ભાગતા સૌ માનવી … દોડયા કરે …

 

સાગર સરીત મૂળ જોડવા ઝંખી રહ્યા ગુલતાન થઈ

ધરા વાદળ સાંધવા મથતા રહ્યા બેફામ થઈ

પણ પાંસના હૈયા મહીં ના ઝાંકતા આ માનવી … દોડયા કરે …

 

થંભો જરા અટકાવી દો આ મૃત્યુ કેરી દોટને

સમજો જરીક આ પ્રગતિ છે કે પતન કેરી દોડ છે

પેટ ખાતર પ્રાણી થઈને દોડશો ના માનવી … દોડયા કરે …

============ ૐ =============

મહા વદ બારસ સં. ૨૦૩૪ સોમવાર તા. ૬-૩-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s