“જન્મ્યા જગતમાં જે કો સઘળા મટી જવાના”

સામાન્ય

“જન્મ્યા જગતમાં જે કો સઘળા મટી જવાના”

એ વાત બહુ સુણી છે જીવન શું છે બતાવો

 

ખુદનાં વહેલ આસું સાગર બની ગયાં છે

“ભવ” નો સમુદ્ર કહીને એમાં ડુબી રહ્યા છો …     એ વાત …

 

ગુલશન મહીં ગયાને કંટક ગણી રહ્યા છો

ખુશ્બોની મીઠી લહરી ને આમ કાં હટાવો …     એ વાત …

 

અધ્વચ ગઈ છે નૌકા સુકાન કાં ત્યજી દો

જીવન કુટાઈ જાશે મંઝીલ નહીં કીનારો …    એ વાત …

 

રોતાં નયન જીવનના અંધારને ઢુંઢે છે

કોઈ નશા મહીં ચૂર મૃગજળ પીવા મથે છે …    એ વાત …

 

ઈશની રચેલ દુનિયા રમણીય જો ન લાગે

અપમાન એનું થાશે સઘળે રમી રહ્યો છે …     એ વાત …

 

એવો મળ્યો છે રંગી કરતો એ ‘પાંડુરંગી’

જીવન તણો છે સંગી જીવન હસાવી દેતો …     એ વાત …

=============== ૐ ==============

મહા વદ બીજ સં. ૨૦૩૪ શનિવાર તા. ૨૪-૨-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s