મંગલમય મધુરુ શિવનામ

સામાન્ય

(રાગ -તારાં શું કરવા ગુણ ગાન, તું છે રામ તું ઘનશ્યામ )

 

મંગલમય મધુરુ શિવનામ, દેજો જ્ઞાન કરો કલ્યાણ

સંકટ હર શિવ જગદા ધાર, દેજો જ્ઞાન કરો કલ્યાણ

 

નૃત્ય કલાના પહેલા નર્તક, સંગીત માં ભૈરવના ગાયક

નચવો છો જગને નટરાજ, દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

 

વિષયો સર્પ વિંછી થઈ આવ્યા, માળ કરી અંગે પધરાવ્યા

વિષ છોડી વિષયો ધરનાર, દેજો જ્ઞાન કરો કલ્યાણ …    મંગલમય …

 

અંગ ભભૂત મસ્તકની માળા, અંગ ધરો જે થાય તમારા

સ્નેહ સભર પાગલ બનનાર, દેજો જ્ઞાન કરો કલ્યાણ …    મંગલમય …

 

કામ ક્રોધ સૌ ભડકે બળતા, ભયનાં ભૂતાવળ બહુ રડતા

સ્મશાનમાં રમતા હે તાત, દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

 

આવ્યો નંદી તમ ચરણોમાં જ્ઞાન નહીં પણ ભાવ હૃદયથી

વ્હાલ ભર્યો વાહક તમ થાય દેજો જ્ઞાન કરો કલ્યાણ … મંગલમય …

 

ઈન્દ્રીય નિગ્રહ તમને પ્યારો, કાચબાને છે પ્રતિક બનાવ્યો

યોગ તણા યોગીશ્વર નાથ ,દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

 

ગંગા જ્ઞાન તણી શીર શોભે, નેત્ર ત્રીજું  ભાલે મન મોહે

કાલ તણા પ્રભુ છો મહાકાલ, દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

 

અર્જન કીધું સઘળું અર્પણ, ચંદ્ર કરે પરકાજ વિસર્જન

બાલ ચંદ્ર શીરપર ધરનાર, દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

 

સુર દૈત્યો સૌ અમ્રુત માગે, વિષને જોઈ વિકળ થઈ ભાગે

વિષ પીને અમૃત દેનાર, દેજો કરો કલ્યાણ …     મંગલમય …

 

જ્ઞાન ભક્તિ ને કર્મ ત્રિદલથી, શિવ પૂજન કરવું છે દિલથી

મહાદેવ જગમાં સાક્ષાત, દેજો જ્ઞાન કરો કલ્યાણ …     મંગલમય …

================= ૐ ===============

મહા શિવરાત્રી (મહાવદ ૧૩) સં. ૨૦૩૪ મંગળવાર તા. ૭-૩-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s