જુવો શિખવે પત્તાની જોડ

સામાન્ય

(રાગ – પ્રેમ છે જીવનનો આધાર )

 

જુવો શિખવે પત્તાની જોડ

ભણાવે તત્વજ્ઞાન બેજોડ …                                           જુવો …

 

સમય વિતાવવા ટોળે વળતાં પાનામાં ખુશીઓને ઢુંઢતાં

ભેળાં તોયે ભેદ પાડીને રમતાં સૌ એ લોક …                    જુવો …

 

તીવ્ર નજર પત્તા પર ફરતી સાથે અન્ય મુખો પર રમતી

ચહે વાંચવા વાત જુવોને અન્ય હૃદય ની લોક …              જુવો …

 

દસ્સાને ગુલામ હરાવે ગુલામ રાણી હાથ મરાયે

રાણીનું પણ મોત ભમે છે બાદશાહની મોર …                   જુવો …

 

મોટો જીવ નાનાને મારે મોટો મસ્ત થઈને મ્હાલે

વાત પુરાણી રમત મહીં પ્રગટે છે કેવી જો …                     જુવો …

 

અન્ય પડેલાં પત્તાં ઉપર બાદશાહ ખુંખારી ત્રાટયો

ગર્વ ધરી ઉપર સૂતો જાણે ના એનું મોત …                     જુવો …

 

ત્યાંતો ગજબ થયો એવો કે બાદશાહનું પતન ઝઝુમે

નાનકડી ‘તીરી’ને હાથે થાતું એનું મોત …                     જુવો …

 

થાય મને કાં ગજબ થયો આ તીરી આવી સબળ બની કાં

છેતો ‘તીરી’ પણ છે ‘સર’ની તેનું છે આ જોમ …              જુવો …

 

મજા નથી કઈં નૃપ બનવામાં સાર ભર્યો ‘સર’નો થાવામાં

નાના પણ ‘સર’ ના જો થાશે જીતશે નિશ્ચિત લોક …       જુવો …

 

નાનો ખુબ પ્રભુનો થાઉં જગમાં કોઈ થકી ન દબાઉં

ઈશ્વરની શક્તિની મળશે મુજને નક્કી ઓથ …             જુવો …

====================ૐ==================

ચૈત્ર વદ નોમ સં. ૨૦૩૪ સોમવાર તા. ૧-૫-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s