હરી નામ રટણ રટતાં રટતાં

સામાન્ય

હરી નામ રટણ રટતાં રટતાં, પ્રભુ કામ સ્મરણ કરતો જા

હોઠે રમતા ઈશ્વરને તું, માનવ હૈયામાં ભરતો જા …                           હરી નામ …

 

રોટી ખાતર ઘર ઘર ઘુમતો, ‘ઈશ્વર નથી’ કરી માલિક પુજતો

તું શ્વાન મટી શાર્દુલ બની, ગૌરવ ગર્જનને કરતો જા …                     હરી નામ …

 

આચાર ગયો વિચાર ભુલ્યો, આહાર મહીં અટવાઈ ગયો

પશુનું જીવન તરછોડીને, માનવ થઈને તું જીવતો જા …                  હરી નામ …

 

શંખ ફુકાયે ઘંટ બજે, ઈશ સન્મુખ આરત નાચ કરે

માનવ મનમાં ના જ્યોત જલી, એ જ્યોત બધે પ્રગટાવી જા …          હરી નામ …

 

કેશ વિંખ્યા ચિરાયાં વસ્ત્ર, પ્રભુનાં નેણ ‘કશુંક’ ખોળે

ચરણો ઘુમતાં તુજને શોધે, તું એને મારગ દોડીજા …                      હરી નામ …

 

મંદિર મંદિર તીર્થે ઘાટે, હરિ શોધે છે દિલની વાટે

તું દિલ ના કંટક સાફ કરી, એમાં ઘનશ્યામ વસાવી જા …                હરી નામ …

=================ૐ=================

જેઠ સુદ અગિયારસ (નિર્જળા એકાદશી) સં. ૨૦૩૪ શનિવાર તા.૧૭-૬-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s