જરા એને સ્મરી લેજે

સામાન્ય

સુવાડયો એજ જગવે છે, જરા એને સ્મરી લેજે

કરીને હાથનું દર્શન, નવી શક્તિ ભરી લેજે …

 

કરીદે ચુર્ણ હિમાલય, મુઠ્ઠીમાં લે બધી દુનિયા

અને થઈને અગત્સ, પી જજે તું દુ:ખના દરિયા

વળી થઈજા ભગીરથ, પ્રેમની ગંગા વહાવી દે …        સુવાડયો …

 

ઉછેર્યો માત ને, માતૃભુમીએ ગોદમાં લઈને

બનાવ્યો માનવી, જીવન અને સંસ્કાર રેડીને

અડે તુજ પાયતો, માગી ક્ષમા શોણીત વહાવી દે …        સુવાડયો …

 

સરલ સરતી સરિતા, સંસ્કૃતિનું ગાન ગુંજે છે

જીવનનાં મુલ્ય દેનાર, ઋષિ ની યાદ અર્પે છે

કરે તું સ્નાન, તો સઘળી સરિતાને પુકારી લે …        સુવાડયો …

 

દિપક જ્યોતિ કરાવે, જ્ઞાન કેરી જ્યોતનું દર્શન

જીવન ઉત્થાનનું એમાં, થતું સુંદર સુભગ મિશ્રણ

હજારો જ્યોત પ્રગટાવે, છતાં ઘટતી ન થોડીકે …        સુવાડયો …

 

જલાવ્યાં વેદ, રામાયણ અને ગીતા અશુરોએ

થયું નામર્દ છે, યૌવન હરિ કો પાર્થને ઝંખે

સૂરજની અસ્મિતા પીને, પ્રભુ પડકાર ઝડપી લે …        સુવાડયો …

 

બહુરંગી બનાવી વાનગી, આરોગતો પ્રેમે

છતાંયે લાલ થાતો, રંગ શોણીતનો ન સમજાયે

પચાવે અન્ન એ ઈશને, સ્મરીલે માનવી થઈને …        સુવાડયો …

 

નહીં કો શાન કે ભાન તુજને ઉંઘમાં રહેતું

હૃદય નું ગીત ગુંજે કોણ, એ દિલને કદીક પુછતું

કરે રક્ષા બની સંત્રી, પ્રભુનો પાડ માનીલે …                સુવાડયો …

 

પશુને રામનો કઈં ખ્યાલ ના, જીવન વિતાવે છે

ભુલે ભગવાનને જો માનવી, તો પ્રાણી ભાસે છે

જીવનમાં રામ ભરતો જા અને માનવ્ય જગવી દે …        સુવાડયો …

================ ૐ =================

ચૈત્ર સુદ સાતમ સં. ૨૦૩૪  શુક્રવાર તા. ૧૪-૪-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s