માનવ જીવનને સુધારવા

સામાન્ય

(રાગ- ધ્યાન એનું કયાંથી લાગે ભગવાનમાં….)

 

માનવ જીવનને સુધારવા

    હાં રે ભાઈ ઉપવિતના અર્થને પીછાણવા …

 

કેટલાંય જન્મ ધર્યા પ્રાણી થઈ આથડયા

કીટકને પંખીના દેહ મહીં છો રમ્યાં

માનવના દેહ હવે પામવા …                    હાં રે ભાઈ …

 

માનવના દેહ મહીં પાશવી ગુણો રમે

લાગે છે પ્રાણીઓ માનવ દેહ ભમે

સાચી માનવતા પ્રગટાવવા …                    હાં રે ભાઈ …

 

પ્રાણીના ગુણોનો કરવો સંહાર છે

માનવીય ગુણ તણો કરવો સ્વીકાર છે

દિક્ષા લઈ જીવન ખીલવવા …                    હાં રે ભાઈ …

 

સુતરના સુત્ર મહીં જીવનનો સાર છે

જીવનનાં સુત્રોનો એમાં અણસાર છે

જીવન સંકેતોને પામવા …                    હાં રે ભાઈ …

 

તામસિક, રાજસિક, સત્વ ત્રણે ગુણ છે

દાનવતા માનવતા દૈવત્વ ગુણ છે

દૈવી ગુણોને વિકસાવવા …                    હાં રે ભાઈ …

 

સુર્યની ઉપાસનાનો એમાં અણસાર છે

તેજ અને અસ્મિતા જ્ઞાનનો નિખાર છે

તાંતણા ત્રણે છે સોહાવવા …                    હાં રે ભાઈ …

 

સર્જનને સ્થિરતા વિસર્જન એ પ્રકૃતિ

જીવનમાં કરવી છે એની તો સ્વીકૃતિ

પ્રકૃતિના ગુણોને જાણવા …                    હાં રે ભાઈ …

 

ગૌરવથી ઉપવિતને ખાંધે છે ધારવું

બ્રહ્મતેજ સાચુ છે જીવનમાં લાવવું

વૈદિક નિષ્ઠાને દિપાવવા …                    હાં રે ભાઈ …

================== ૐ =================

અષાઢ વદ અગિઆરસ સં. ૨૦૩૪  રવિવાર તા. ૩૦-૭-૭૮.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s