પ્યારી વાણીને તું બોલ

સામાન્ય

મુખડું ખોલ ખોલ ખોલ, પ્યારી વાણીને તું બોલ

આંખો ખોલ ખોલ ખોલ, ઈશની ઝાંખી કર અણમોલ

 

દશ મસ્તક વાળા રાવણનાં શિશ બધાં છેદાયાં

ધર્મ અને સંસ્કૃતિ ખાતર જીવન દીપ જલાવ્યા

રાઘવના ગુણનું ના મોલ …                                         મુખડું …

 

કાળ યવનને કંસ તણા મસ્તકના દડા રમાડયા

નયનોનાં નર્તનથી ભક્તજનોનાં દિલ નચાવ્યાં

કેશવ કિર્તન છે બહુ મોલ …                                          મુખડું …

 

હૃદય  તણાં ફૂલડાં લઈને મસ્તકનાં શ્રીફળ હોમ્યાં

હિંમતનાં હથિયાર ધરીને જીવન સામે ઝુમ્યા

ધૃવ પ્રહલાદ તણાં ગીત બોલ …                                  મુખડું …

 

ધર્મ ને ખાતર રક્ત તણાં ઘી હોમીને જે ફરતા

આવકારની ચાહ વીના ઈશની વાતો જે કહેતા

એવા ધર્મવીરો અણમોલ …                                         મુખડું …

 

ભોગ તણાં રોગે પીડાતા એને યોગ બતાવો

જગત મહીં રહેનારા જનને ઈશ સંયોગ કરાવો

ખોલી દો ધૂર્તોની પોલ …                                           મુખડું …

=================ૐ================

શ્રાવણ સુદ બીજ સં. ૨૦૩૪ રવિવાર તા. ૬-૮-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s