ઈશ્વરનું તું સુંદર સર્જન

સામાન્ય

ઈશ્વરનું તું સુંદર સર્જન, બદસુરત કાં કરતો તું

ઈશ્વરની આશા તું અનુપમ, આશા પ્રભુની તોડે તું.

 

તારું જીવન રંગીન કરવા, મેઘધનુષ શા રંગ પૂર્યા

કોકીલ જેવું સંગીત ગુંજવા, તારા કંઠે રાગ ભર્યા

તોયે જગમાં ફીક્કો ફરતો, દુ:ખનાં ગીતો ગુંજે તું … ઈશ્વરનું …

 

સાવજનું પૌરુષ દીધુંને, ગજનાં શક્તિ દાન દીધાં

બુધ્ધિને ચાતુર્ય દઈને, અણમોલાં વરદાન દીધાં

તોયે શક્તિ હીન બનીને, બુધ્ધિહીન થઈ જીવતો તું … ઈશ્વરનું …

 

ચંદ્ર થકી શીતળતા લઈને, તુંજ જીવનમાં છલકાવે

સરિતાની વાહકતા, પ્રભુજી તારા હૈયે પ્રગટાવે

તોયે ભર્યું છે તપ્ત જીવન, તુજ નિષ્ઠુર થઈને  ભમતો તું … ઈશ્વરનું …

 

કાંતો દુર્બળ થઈને જીવતો, કાંતો ગર્વ મહીં તું ચુર

પ્રભુને નામે કંઈ નવ કરતો, કાંતો હુંજ કરું નો સૂર

પ્રભુજીને વચમાં રાખીને, કામ કદીના કરતો તું … ઈશ્વરનું…

 

જગ જંજાળ રચીને, પોતે એમાં ખુદ અટવાતો તું

સત્ય અસત્ય તણા નિર્ણય દઈ, આપ વડાઈ હાંકે તું

યોગેશ્વરને સઘળી ચિંતા, જગકાજી કાં બનતો તું … ઈશ્વરનું …

 

દાદા ઘરઘર અલખ જગાવે, બધીર મટીને સુણજે તું

ગીતાનો સંવાદ ભરીલે, છોડ વિવાદ જીવનથી તું

ઈશ્વર ચાહે પ્રગટ થવાને, વાહક એનો થઈજા તું … ઈશ્વરનું …

================== ૐ =================

કારતક સુદ પડવો (બેસતું વર્ષ) સં. ૨૦૩૪ બુધવાર તા. ૧-૧૧-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s