મુઝવે એક સવાલ દાદા પુછવો એક સવાલ

સામાન્ય

એક માણસે પૂ. દાદાને પુછ્યું :

 

મુઝવે એક સવાલ દાદા પુછવો એક સવાલ

ભેદભાવ કેવો આ જગમાં મુજથી ના સમજાય

 

કામ કરે ખુરસી પર બેસી શીતળ આલય માંય

થોડું કામ કરે બહુ થાકે રૂપિયા બહુ કમાય

કેવો પદવીનો મહીંમાય … મુઝવે …

 

અંગ જલે અંગારે પરસેવો તાપે રેલાય

મહેનત જેની જીવાદોરી માંડ પેટીયુ થાય

કેવો જગ કરતું અન્યાય … મુઝવે …

 

પ પૂ. દાદા જવાબ આપે છે :

 

મધુરુ હાસ્ય વદન પર શોભે અનુકંપા દિલ માંય

પ્રગટે શબ્દ બની સરવાણી મુઝવણ થાય વિદાય

દાદા બતલાવે ઉપાય …

 

તમે ભારતના લાલ આજ ઉઠો ઉઠો

તમે સંસ્કૃતિના પ્રાણ આજ ઉઠો ઉઠો

 

યૌવનનો બુઢાપો જીવનના સંતાપો

જ્ઞાન તણો અંધાપો છોડો છોડો

શાને કંગાળ થાવ કાળના મહાકાળ થાવ

કાળને કંગાળ કરી કુદો કુદો …

 

ગાંડીવ પાડે છે પોક ઉઠો ડરપોક લોક

હિંમત લઈ થોક થોક પાર્થ બની ઝુમો

પાંચજન્યનો વિષાદ પાડે યૌવનને સાદ

છોડો સઘળા વિવાદ મર્દ બની ગર્જો …

 

વેણુ ગમગીન કેમ સુરથી વિહીન કેમ

મુરલી થઈ શ્યામ તણા મુખે સૌ ગુંજો

છોને જીવનમાં છેદ રાખો ના એનો ખેદ

સંગીત રેલવશે એ સરગમ થઈ ગુંજો …

 

શ્યામ તણું સુદર્શન દૈત્ય તણું વિસર્જન

ધર્મ કેરું નવસર્જન હાથે લઈ ઘુમો

ઘર ઘર ને ગામ ગામ માનવને ઠામ ઠામ

ચક્ર જેમ ગતિમાન વિશ્વ બંધુ ઘુમો …

 

વાયુના અશ્વ અને વાદળની ગાડી લઈ

પુષ્પોની ફોરમશા મહેકો મહેકો

માનવને કાન કાન કાનની ગીતાનું ગાન

થઈને ગુલતાન તમે ગુંજો ગુંજો …

 

શિવનો ડમરુ નિનાદ માધવનો શંખનાદ

ભિષ્મ કેરો સિંહનાદ ભેદે બ્રહ્માંડો

સઘળા નિનાદ તણો ભેળો છે એક નાદ

પાંડુરંગ ગર્જનમાં ભાળો ભાળો …

 

તમે ભારતના લાલ આજ ઉઠો ઉઠો

તમે સંસ્કૃતિના પ્રાણ આજ ઉઠો ઉઠો

============= ૐ ============

ફાગણ વદ આઠમ સં. ૨૦૩૪ શનિવાર તા. ૧-૪-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s