મુઠ્ઠી જેવડું હૈયુ એમાં પહાડ સમું અભિમાન

સામાન્ય

(રાગ -આંધળી માને પત્ર)

 

મુઠ્ઠી જેવડું હૈયુ એમાં પહાડ સમું અભિમાન

આપ મહીં ગુલતાન થયું છે સુણતું ના કોઈ ગાન

પ્રભુ એને ભાન કરાવો હરિ એને રાહ બતાવો … (૨)

 

કાન છે બંધ ને બંધ છે આંખડી ભમતું થઈ ને ટટાર

દિન બ દિન એ દાનવ થાતું પીને ઘુંટ વિકાર … પ્રભુ ….

 

વાસના કેરાં ઝંઝા નીરે ઝુલતું થઈ મસ્તાન

દુ:ખી જનોના હાહાકારો એનું ગમતું ગાન … પ્રભુ …

 

છીણી લીધી સદ્ગુણોની હથેડી સદ્ વિચાર

ઘડવા ચાહી દેવ પ્રતિમા તુટે નહીં લગાર … પ્રભુ …

 

પ્રેમનું ઝરણ ફુટયું નહીં ને નીકળ્યા પાણે પાણ

વ્હાલમ તો છે પ્રેમ દિવાના થાય ના એની જાણ … પ્રભુ …

 

નમ્યું નહીં ને ગમ્યું નહીં ચાહે ન કોઈ લગાર

એકલે એકલે જીવતર લાવ્યું ને ખોયા એણે મોરાર … પ્રભુ …

 

દુ:ખડા ગજ્યાં હૈયા મહીં ને કીધો ભૂ કંપાર

ચૂર્ણ થયું અભિમાન હવેના કોઈ નો છે આધાર … પ્રભુ …

 

હસતા હસતા પ્રભુજી કહેતા “જગમાં શા તુંજ ભાર

શક્તિ થોડીક દીધી એમાં રાચે તું શાને ગમાર … પ્રભુ …

===================ૐ=================

કારતક વદ બીજ સં. ૨૦૩૫ ગુરુવાર તા. ૧૬-૧૧-૭૮

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s