એવા ગુરુ નું શરણું પામવું

સામાન્ય

એવા ગુરુ નું શરણું પામવું

રે મારે એવા ગુરુ નું શરણું પામવું …

 

સ્નેહે સમજાવે જીવન, જીવનને કરતો પાવન

પાવન જીવન ને મારે જાણવું …                            રે મારે …

 

ચંદન ની શીતળતા એ જીવન માં રેડતો

મીઠી સુગંધી એતો માનવમાં વેરતો

શીતળતા સુગંધીને આપે નીજ શિષ્યને જે

ચંદન શા ગુરુ ચરણો માં જવું …                           રે મારે …

 

કાચબની માફક ઈન્દ્રીય નિગ્રહ સમજાવતો

સંયમને મર્યાદાના પાઠો શિખવાડતો

વિણા સમ ગુંજે જીવન છેડે મધુરી સરગમ

“કાચબ” શા ગુરુજી ને જાણવું …                         રે મારે …

 

ધરતીની પેઠે એતો ધીરજ ને ધારતો

માતાનું વ્હાલ દઈને પ્રેમે શિખવાડતો

ખીલવે સદ્ગુણ નાં ફુલો સમજાવે જીવન મુલો

“ધરતી” ગુરુ ને ખોળે ખેલવું …                             રે મારે …

 

વાયુ ની જેમ એતો પ્રાણ ને ટકાવતો

જીવાડે બીજાને પણ પોતે છૂપાઈ જાતો

શીખવે ઈશ કામ કરવું તોયે સંતાઈ જાવું

“વાયુ” ગુરુ નું ગાણું  ગુંજવું …                               રે મારે …

 

ફૂલડાં ના રંગો એતો જીવનમાં છાંટતો

ખુદના જીવનને બીજા કાજે મિટાવતો

ધરવું ઈશ ચરણે મારે ફૂલડાં સમ જીવન મારે

“ફૂલડાં” સમ ગુરુજી ને જાણવું …                         રે મારે …

 

સૂરજ ની અસ્મિતાને બુદ્ધિ પ્રગટાવતો

ખીલવે બીજાને પણ ના એને એ ડારતો

નીચવે પોતાનું જીવન દોડે નિજ કાજે હરદમ

“સૂરજ” ગુરુનું તેજ માગવું …                                રે મારે …

=== ૐ ===

ફાગણ સુદ ત્રીજ સં. ૨૦૩૫ ગુરુવાર. તા. ૧-૩-૭૯.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s