પ્રભુ લઈને જીવન મારું તમારી પાસ આવ્યો છું

સામાન્ય

પ્રભુ લઈને જીવન મારું તમારી પાસ આવ્યો છું

હૃદય ની રંગભૂમિ પર નચાવા તમને આવ્યો છું …

 

સુરાલય જગને મેં કીધું હવસના જામ પી પી ને

ચહું રચવા હું દેવાલય વસાવા તમને આવ્યો છું …

 

વહાવી પ્રેમ સરીતાને તમે જગને મધુર કીધું

અહમ ના બંધ મેં બાંધ્યા મિટાવા એને આવ્યો છું …

 

વ્યસન ને ભોગનું આલય બન્યોતો દેહ મારો આ

બને મંદિર તમારું સ્થાન એને કાજ આવ્યો છું …

 

તમે તો મુક્ત ને આનંદમય જીવનનું ઝરણું છો

મિટાવી બેડીઓ સઘડી ગીતો ગાવાને આવ્યો છું …

 

ચરણ મારાં ઘુમ્યાતાં ગંદકીના ધામમાં ત્યારે

હવે તો આપને કાજે ઘરો ઘર ઘુમવા આવ્યો છું …

 

ખબર ના શક્તિની મુજને ન જાણું ભક્તિ પણ શું છે

દીધું દિલ આપને ચરણે ન કોઈ આશ લાવ્યો છું …

 

જવું જીવનના ખેતરમાં લઈ સંસ્કાર બીજ મારે

કરી સંસ્કાર બીજ ખુદને દટાવાને હું આવ્યો છું …

 

તમારો થઈને ઘુમવું છે તમારો સ્નેહ પીવો છે

બની પાગલ તમારા પ્રેમમાં ગાવાને આવ્યો છું …

 

કરીશ કીર્તન તમારા નામનું ઘર ઘર દિલો દિલમાં

સ્વીકારી આપની મરજી તમારો થઈને આવ્યો છું …

 

કદીક ખીલે ફુલો મારા જીવનનાં તો ચૂંટી લેજો

પ્રભુ કંઠે ધરી લેજો એ કહેવાને હું આવ્યો છું …

============= ૐ =============

શુક્રવાર તા. ૧૬-૩- ૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s