આનંદ થઈ સાકાર નાચે આંગણે અમ છમક છમ

સામાન્ય

આનંદ થઈ સાકાર નાચે આંગણે અમ છમક છમ

પાંડુરંગી ઢંગમાં એ નાચતો થઈને મગન …

 

દ્વેષ  દુ:ખને કલેશની જ્વાળો બધી વિરમી ગઈ

ભડકે બળેલાં દિલ મહીં કરુણા હવે વરસી રહી

સ્નેહ નાચે મગન થઈને હૃદય કુંજે છમક છમ …     આનંદ …

 

નવજીવનના દ્વાર પર મૃત્યુ ઉભું ચોકી કરે

જીવવાની પલ મહીં પણ મોત મુસ્કાયા કરે

મોતની ચીતા જલાવી જીવન નચવે છમક છમ …    આનંદ …

 

આંખડી ભયભીત થઈને જીવન જીવવા ચાહતી

આશાળ ભૂત થઈ ‘કોક’ના કૃપા કટાક્ષો યાચતી

આંખમાં ગૌરવ પ્રગટતાં નાચતી એ છમક છમ …     આનંદ …

 

ડગમગે કદમો યુવકના કો દિશાનું ભાનના

બેજાન દિલ બેજાન યૌવન રાહનું કંઈ જ્ઞાનના

લાશો મહીં ઉત્સાહ રેડી નચવતો એ છમક છમ …    આનંદ …

 

કાન નું સંગીત અને શિવજી તણું નર્તન અહીં

શારદાનું ગાન ને નારદ તણું કીર્તન અહીં

પાંડુરંગી ઝરણ થઈને નાચતાં અહીં છમક છમ …      આનંદ …

=================== ૐ =================

ચૈત્ર સુદ ત્રીજ સં. ૨૦૩૫ તા. ૩૦-૩-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s