અકળ છે આ જીવન અનોખું છે આ જીવન

સામાન્ય

(રાગ- અજબ છે આ દુનિયા ગજબ છે આ દુનિયા )

 

અકળ છે આ જીવન અનોખું છે આ જીવન

કદીક લાગે ખટપટ તો નટખટ આ જીવન

 

કદીક ભવ્ય જીવન જગત ને ઉજાળે

કદીક થઈને ભીષણ એ દુનિયા ને બાળે

જુવો ભવ્ય ભીષણનો સંગમ છે જીવન …      અકળ છે …

 

છે સદ્ગુણ સફેદી તો સૌંદર્ય ભરતી

ને દુર્ગુણની કાળાશ સુંદરતા હરતી

છે કાળા ને ધોળાનું મિશ્રણ આ જીવન …      અકળ છે …

 

કદીક હાટમાં જઈને વેચાતું જીવન

કદીક મંદિરોમાં પુજાતું આ જીવન

બને પુણ્ય ને પાપ કેરું નિકેતન …               અકળ છે …

 

કદીક દુ:ખનો ભાર લઈને ફરે છે

કદીક દુ:ખને ટાળવાને મથે છે

નિરાશા ને આશા માં ઝૂલતું આ જીવન …       અકળ છે …

 

કદીક લાગે જાણે જગતની બિમારી

તો લાગે કદીક જીંદગી ની ખુમારી

થતું નર્ક કે સ્વર્ગ કેરું એ ઉપવન …               અકળ છે …

 

કદીક રોગની ધર્મશાળા છે જીવન

કદીક રાગની રંગશાળા છે જીવન

ગમા અણગમાની તો આવન ને જાવન …         અકળ છે …

 

કહે કોઈ જીવન મજા થી ભર્યું છે

વળી કોઈ કહેતા સજા થઈ ગયું છે

નજર જેવું દેખે દિસે એવું જીવન …                 અકળ છે …

 

પ્રભુએ દીધી જીવવાની આ તક છે

થવું માનવી કે પશુ હાથ તુજ છે

મળી તક તો માનવનું જીવવું છે જીવન …        અકળ છે …

================ ૐ ==============

તા. ૨૩-૪-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s