એ તો નાચે થઈ મસ્તાન પેલો કાન બન્યો ગુલતાન

સામાન્ય

( રાગ – સાગર ગાય બની મસ્તાન …)

 

એ તો નાચે થઈ મસ્તાન, પેલો કાન બન્યો ગુલતાન

 

જીવન બગીચે યૌવન કુસુમે પાંડુરંગ નું ગાન

વાયુની વાંસળીએ છેડે પૌરુષ પંચમ તાન …     પેલો …

 

ઉર્મિ સઘળી ગોપી થઈને ગોપ હૃદય ઉલ્લાસ

હૃદય હૃદય સંદેશો દેતાં નચવે મનહર રાસ …    પેલો …

 

ગીતાની સરવાણી રેલી જાણે યમુના ધાર

ન્હાતા જન એમાં જઈ સ્નેહે મન મલકત અપાર … પેલો …

 

કેંન્દ્ર સકળ સ્વાધ્યાય તણાં સૌ ગોકુળ પ્રાંગણ થાય

ધ્યેય નિષ્ઠ માનવનાં વૃંદો વૃંદાવન થઈ જાય …   પેલો …

 

શ્યામ બની યમુના એ નિરખી કાંઠે શ્યામલ શ્યામ

શ્યામ બન્યો છે પાંડુરંગી નાચે થઈ મસ્તાન …      પેલો …

================= ૐ ================

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s