જીવન મહીં કસોટી કો’દિ થાય છે ખરી

સામાન્ય

(રાગ- દાદાના કામને જુવો આવ્યા છે પગ હવે …)

 

જીવન મહીં કસોટી કો’દિ થાય છે ખરી

નિષ્ઠાતો ધ્યેય કેરી ચકાસાય છે ખરી …

 

“લેતા ન લાંચ “ કહેતા પણ કોઈ ન આપતા

આપી નહીં પરીક્ષા એ મોટી આપદા

લાલચ મહીં ન ડગીયે તો તો વાત છે ખરી …     જીવન …

 

કો દિ ગરીબી થઈને મહેમાન આવતી

ભોજનનું એક ટાણું પણ એ છે ઝુંટાવતી

તોયે ન યાચવાની શક્તિ છે ધારવી …              જીવન …

 

બીમારી થઈને યમનો દૂત ઘરમાં નાચતી

ને એક વ્હાલા બાળ કેરો ભોગ માગતી

“જેવી પ્રભુની ઈચ્છા “ એ વાત માનવી …       જીવન …

 

આવી છે ખોટ ધંધામાં એવી આકરી

સળગી રહી છે મિલકત દેખો દિલ જલાવતી

તોયે ધરીને હિંમત એને પચાવવી …                જીવન …

 

દુ:ખો મળ્યાં તો કાં તો નિજ કર્મથી મળ્યાં

કાં તો જીવન કસોટીને કાજ છે મળ્યાં

ઘડવા ચહે પ્રભુજી એ વાત છે ખરી …               જીવન …

 

સ્વાધ્યાય થી ઘડાશે વૃત્તિ જીવન મહીં

દેશે પ્રહાર ઝીલવાની શક્તિ એ ઘણી

ઈશની કૃપાથી જીવનની નાવ હાંકવી …           જીવન …

=============== ૐ =============

સં. ૨૦૩૫ શનિવાર તા. ૩-૨-૭૯. “તત્વજ્ઞાન વિધ્યાપીઠ “ માં યોગેશ્વર મંદિર માં

‘વિનોદ ગોષ્ઠી ‘ શિબિર માં પ. પૂ દાદાએ આપેલાં મુદ્દા ઉપરથી આ ગીત બનાવ્યું

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s