(રાગ- દાદાના કામને જુવો આવ્યા છે પગ હવે …)
જીવન શું છે ન જાણ્યું ગોથા ખાય છે હવે
પાવન થવાને સસ્તા કીમિયા થાય છે હવે …
ગભરાઈને દુ:ખોથી મઢીઓ ઘણી ઘુમ્યા
ને સ્વાર્થ સાધવાને ચરણો બહુ ચુમ્યા
“બાબા” તણા ચમત્કારો પૂજાય છે હવે … જીવન …
વિશ્વાસ ના રહ્યો કે ઈશ્વર હયાત છે
વાણી ભુલ્યા પ્રભુની ભળતીજ વાત છે
કાઢે છે રાખ એમાં વિશ્વાસ છે હવે … જીવન …
છે ધ્યાન યોગ નામે ભ્રમમાં પડી ગયા
ઉપવાસ બંધનોથી કૃષકાય થઈ ગયા
ઈશ્વર પ્રદર્શનોની વસ્તુ થાય છે હવે … જીવન …
ડરથી પ્રભુને ભજવા એ ક્યાંની વાત છે
જગના પિતાથી ડરવું એ કેવી વાત છે
ઈશ્વરનો ડર બતાવીને ધન પામતા હવે … જીવન …
=========== ૐ ===========
શનિવાર તા. ૧૬-૯-૭૯.
Advertisements