कुर्यात सदा मंगलम – મંગલાષ્ટક.

સામાન્ય

(રાગ- મંગલાષ્ટકમ …)

 

વંદન હો ગણનાથ શક્તિ શિવજી વંદન હજો ગુરુને સદા

ગીતાના ગાયક તમે નિવસજો આનંદ થી સાથમાં

વાક્દેવી મા શારદા પ્રણમવાં સંસ્કાર ને જ્ઞાન દા

કરજો જીવન પ્રેમ પૂર્ણ મધુરું कुर्यात सदा मंगलम

 

કળીયો તો ખીલશે અહીં પ્રણયની પુષ્પો થઈ મહેંકવા

હૃદયો બે મધુકર થઈને ભેટે ગીતો મધુર ગુંજવા

પાંગરશે યૌવન વસંત મધુરી ઉલ્લાસ ફેલાવવા

સંચરજો ગૃહસ્થાશ્રમે હરખથી कुर्यात सदा मंगलम

 

અગ્નિ બ્રાહ્મણ ને વડીલ સ્વજનો બેઠાં અહીં ભાવથી

લેજો દિક્ષા સાથ સાથ રહેવા આનંદ જો પ્યારથી

ના આ લગ્ન શરીરનું મિલન છે આત્મા મળે સ્નેહથી

દુ:ખમાં કે સુખ માંહી સાથ જીવવું कुर्यात सदा मंगलम

 

ભેળવવું કર્તુત્વ તો પુરુષનું સ્ત્રીનું સમર્પણ વળી

પ્રગતિ ને વળી પ્રેમનું મિલન એ થાશે ન અળગું કદી

સરિતા સાગરમાં વિલીન થઈને અળગી ન થાતી કદી

એવું તો મધુરું મિલન સર્જજો कुर्यात सदा मंगलम

 

કન્યા તો નવલા રૂપે જનમશે સ્વામી તણા ઘર વિષે

દૂધમાં સાકર ના મિલન સમાણી માધુર્ય રેલાવશે

સંસ્કારો નીજ તાતના દીધેલા સ્નેહે અહીં રેડશે

બન્ને કુળને તારવાને મથશે कुर्यात सदा मंगलम

 

નારી તું ગ્રુહલક્ષ્મી થઈને વસજે વૈભવ વધારી ગ્રુહે

ભાર્યા થઈ ભરજે પતિ ગૃહ મહીં સંતોષ ને પ્રેમને

થઈને સાવિત્રી સમી સુકર્મા સૌભાગ્ય ને પામજે

ભક્તિથી અમરત્વને તું વરજે  कुर्यात सदा मंगलम

 

‘વર’ તો ‘શ્રેષ્ઠ’ થઈને આજ આવ્યો ‘શ્રેષ્ઠત્વને’ પામવા

રાઘવના આદર્શને તું ધરજે સદ્ગુણ બધા સ્થાપવા

પત્ની તો અર્ધાંગીની તુજ બની ભાવે દિલે ધારવા

ખીલવજે તું પ્રેમના પરાગો कुर्यात सदा मंगलम

 

જીવનનાં રથનાં બનીને ચક્રો પત્ની પતિ ઘુમશે

એકે ના નબળું બનીને દોડે નહીંતો ગતિ રૂંધશે

પુરજો અંજન સ્નેહને પ્રણયનાં જીવન મધુરું થશે

નિજ ધ્યેયે પહોંચી તમે વિરમજો कुर्यात सदा मंगलम

 

દેશે આશિષ આજ વૃદ્ધ વડીલો માતા પિતા ભાવથી

લેજો આશિષ કુળ ઋષિ ગુરુ વળી દેવોતણી પ્યારથી

જીવન તો છે પ્રેમની પરિક્ષા દેજો તમે સ્નેહથી

ગૃહસ્થાશ્રમની ધન્યતા અનુભવો कुर्यात सदा मंगलम

==============ॐ======================

વૈશાખ વદ સં . ૨૦૩૫ મંગળવાર તા. ૧૫-૫-૭૯.

Advertisements

2 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s