દેવ સુતી એકાદશી દીનાનાથ સુઈ જશે

સામાન્ય

(રાગ- ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે …)

 

દેવ સુતી એકાદશી દીનાનાથ સુઈ જશે

લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે …

 

સૂરજ ને ચાંદ તારા ધરતી નચાવતા

ધરતી પર જીવ જંતુ સૃષ્ટિ રમાડતા

સુઈ જશે તો સૃષ્ટિ નાં ચાક કેમ ચાલશે …      લાગે છે કે …

 

માનવના રુદિયામાં તબલા વગાડતા

દેહ કેરી નાડીઓમાં બંસી બજાવતા

સુઈ જશેતો નયણાં માં તેજ કોણ પુરશે …      લાગે છે કે …

 

ઋષિઓનાં કામ જોઈ ચેનથી સુતા હશે

ઉગાડી અન્ન એતો બીજમાં છુપ્યાં હશે

કામ કરી યશ ખુદનો દેવા પોઢયા હશે …      લાગે છે કે …

 

કામ જોવા માનવનાં ઈશ્વર પોઢયા હશે

સુતા સુતા માનવીના ખેલ એ જોતા હશે

જાગશે તો કામનો હીસાબ સૌનો માગશે …   લાગે છે કે …

 

દેવને સુવાડી ચાલો કામ એના લાગીયે

‘દાદા’ના તાલ સાથે તાલને મિલાવીયે

યોગેશ્વર કામ જોઈ જીવનમાં નાચશે …      લાગે છે કે …

================== ૐ =================

દેવસુતી એકાદશી (અષાઢ સુદ અગિઆરસ) સં. ૨૦૩૫ તા. ૬-૭-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s