Monthly Archives: જૂન 2013

સમજણ દે સ્વાધ્યાય

સામાન્ય

સમજણ દે સ્વાધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

ભણવો નિજ અધ્યાય ભાઈ, સમજણ દે સ્વાધ્યાય

 

ભાંગેલા હૈયાં ને સાંધે, ભાવ તણાં તંતુથી બાંધે

મટતી મનની લાય ભાઈ                    સમજણ …

 

શાસ્ત્રો ના અર્થો સમજાવે, અર્થો ને જીવતરમાં લાવે

જીવન પુલકિત થાય  ભાઈ                સમજણ …

 

માનવ ની કિંમત બતલાવે, સહુમાં પ્રભુનું રૂપ બતાવે

જીવન મુલ્ય શીખાય ભાઈ                    સમજણ …

 

લાચારીને આગ લગાવે, અસ્મિતા કિરણ પ્રગટાવે

સ્વાર્પણ પાઠ શીખાય ભાઈ                સમજણ …

 

ઉંચનીચના ભેદ અહીં ના, સંતાનો એક  પ્રભુના

હરીની શીતળ છાંય ભાઈ                    સમજણ …

    ===ૐ===

વૈશાખ સુદ બીજ, સં.૨૦૩૬, બુધવાર. તા. ૧૬-૪-૮૦

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

સામાન્ય

(રાગ- નંદ કુંવર નાનો રે …)

 

મનડું ઝંખે રે, તારું દર્શન પામવાં

 

તારાં તે રૂપ છે બહુ મોઘાં

દેવનેય દુર્લભ રે                        તારું દર્શન …

 

દાન અને તપ કોઈ લેખે ન લાગતાં

વેદથીય ના કળાય રે                   તારું દર્શન …

 

યજ્ઞ યાગ સૃષ્ટિ માં શુધ્ધિ ને આણતાં

પણ તું ના નીરખાય રે                  તારું દર્શન …

 

જોવા હું ચાહુ છું ભક્તિનો રાહ લઈ

એક ભાવ ધારજો રે                      તારું દર્શન …

 

તારેજ માટે પ્રભુ મારે ઘસાવું

સોંપ્યું જીવન સુકાન રે                  તારું દર્શન …

 

વેર ભાવ છોડીને તુજને નીરખવો

સઘળે તું વરતાય રે                       તારું દર્શન …

===ૐ===

વૈશાખ સુદ છઠ, સં. ૨૦૩૬, રવિવાર. તા. ૨૦-૪-૮૦

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સામાન્ય

(રાગ – નાચે ઘનશ્યામ આજ વિદ્યાપીઠ ધામમાં … )

 

તત્વજ્ઞાન વિદ્યાપીઠ યોગેશ્વર સ્થાન છે

સંસ્કૃતિ માતાનું વિશ્રામ ધામ છે

 

तत्व નાં પ્રકાશ કિરણ અહીંયા ફેલાય છે

જીવ જગત જગદીશ સંબંધો સમજાય છે

જીવનના કોયડાઓ અહીંયા ઉકેલાય છે        તત્વજ્ઞાન …

 

ज्ञान ની સરિતા યોગેશ્વર રેલાવતા

બાળ ગણપતિ તો નિર્દોષતા વહાવતા

ભાવથી ભવાનીનું મુખડું સોહાય છે            તત્વજ્ઞાન …

 

विद्यापीठ જીવનનું સંગીત વગાડતી

કલા અને વિદ્યાના મર્મને બતાવતી

दादा ના તપનું એ અણમોલું ધામ છે        તત્વજ્ઞાન …

 

સ્વાધ્યાયી જંગમ વિદ્યાપીઠ સ્વરુપ છે

ઘર ઘર ને ગામ ગામ એનાં તો મૂળ છે

યોગેશ્વર પ્રાણ અને दादा સુગંધ છે             તત્વજ્ઞાન …

    ===ૐ===

પ્રભુ તું તો પ્રેમ ની ધારા

સામાન્ય

(રાગ- આંધળી માંનો પત્ર … )

 

પ્રભુ તું તો પ્રેમ ની ધારા, વહાવે તું જગમાં સારા

 

જગ આખાની માતા થઈ, તું પોષે સઘળાં બાળ

કોઈજો તુજને માને ન માને, સરખું કરતો વ્હાલ        પ્રભુ …

 

વણ માગ્યું તેં દિધું સઘળું, ના અરજીની વાત

પિતા થઈ વાત્સલ્ય વહાવ્યું, આપે જેવી લાયકાત        પ્રભુ …

 

શું શું કરતા માનવી કામો, એમને ના કંઈ યાદ

સઘળાં કર્મો યાદ કરીને, દેતો વિના ફરીયાદ            પ્રભુ …

 

જીવનમાં શેં જીવવું મારે, તેથી તો દીધું જ્ઞાન

વેદ બનીને આપ છવાયો, ઋક યજુને સામ            પ્રભુ …

 

કોઈ કહે છે રામ ને કૃષ્ણ, કહે કોઈ ઓમકાર

તું તો આખા જગનો સર્જક, તારો નાકો પાર            પ્રભુ …

    ===ૐ===

વૈશાખ સુદ બીજ સં. ૨૦૩૬, બુધવાર. તા. ૧૬-૪-૮૦

આખાય વિશ્વને તું ગતિમાન તો કરે છે

સામાન્ય

(રાગ- ઉગતા નૂતન પ્રભાતે માંગલ્ય ઉર વરસજો …)

 

આખાય વિશ્વને તું ગતિમાન તો કરે છે

ને જડ થયેલ જનને મતિવાન પણ કરે છે

 

કણ કણ રહ્યો છે ઘૂમતો જો પ્રકૃતિયે નાચે

સંધ્યા ઉષા ઋતુનાં ચક્રો ઘુમે છે સાચે

માનવથી દેવ કરવા સ્નેહે ગતિ તું દે છે         આખાય વિશ્વને …

 

થાકે જો માનવી તો શક્તિ પ્રભુ ભરે છે

ને ભાવ પ્રેમ નિષ્ઠા સ્ફુર્તિ બધુંય દે છે

પડતા ઊભાં કરીને ઉત્સાહ તું ભરે છે        આખાય વિશ્વને …

 

અંધારમાં કે એકલ ખૂણે કશુંક કરતા

સૌથી છુપાવી સારું કે માઠું કામ કરતા

કરણી તણો પ્રભુ તું સાક્ષી બની રહે છે         આખાય વિશ્વને …

 

આનંદ પ્રેમ કેરું તું સ્થાન છે સહુનું

મુક્તિ અને ખુશીનું ધામ છે મજાનું

તારા જ ભક્ત કેરો નિવાસ તું બને છે        આખાય વિશ્વને …

 

સર્જન અને વિસર્જન પલકો મહીં તું કરતો

સૌંદર્ય ને સજાવી બદસુરતી ને હરતો

આધાર તું જગતનો તુજ વિણ ન કંઈ ટકે છે        આખાય વિશ્વને …

    ===ૐ===

બની ભયભીત તું જીવે જીવનને તું.

સામાન્ય

(રાગ- તારાં લોચનીયાં લાલ કેમ થાતાં નથી …)

 

બની ભયભીત તું જીવે જીવનને તું

તારાં ચહેરા પર મસ્તી જણાતી નથી

    તારાં નયણાંમાં રોનક દેખાતી નથી

 

તને એકલતા ખુબજ સતાવતી રાત અંધારી તુજને ડરાવતી

ભૂત કેરી કથાઓ રડાવતી પ્રભુ કેરી કહાણી ના ભાવતી

ક્ષુદ્ર થઈને જીવે મોત પલ પલ જીવે

તારા જીવનમાં આશા જણાતી નથી                    તારાં …

 

તને રોટીનો ભય ખુબ સતાવતો તેથી માલિકનાં ચરણો દબાવતો

તું તો રૂપિયાના ખનકારે નાચતો અને સુખ કેરાં સ્વપ્નોમાં રાચતો

ભૂલી સહુને ભમે બીજું કંઈ નવ ગમે

તારા જીવનમાં સ્નેહની સરિતા નથી                 તારાં …

 

તું તો સત્તાના અણસારે નાચતો વળી હા જી હા કહીને રીઝાવતો

આત્મ ગૌરવ ના જીવનમાં રાખતો કહી “એમાં શું ?” નફ્ફટ થઈ મ્હાલતો

માન ખોઈ ભમે તું તો સૌને નમે

તારી શક્તિમાં તુજને ભરોસો નથી                    તારાં …

 

મોત કેવું અમંગળ છે લાગતું નામ સુણતાં તો હૈયું છે ભાંગતુ

ડરથી જાણે જીવનને થોભવતું પછી જાવું ક્યાં એ દુ:ખ સતાવતું

તેથી કીર્તન કરે તીર્થધામો ફરે

બની ડરપોક જીવન જીવાતું નથી                     તારાં …

 

પ્રભુ પજવેના તેથી તું પુંજતો કઈક મળવાની લાલચથી ભજતો

બની પામર તું દેવને રીઝાવતો થોડું આપીને ઝાઝું તું ચાહતો

ભ્રાંત ભક્તિ કરે અને રડતો ફરે

તારા પૂજનમાં ભાવના જણાતી નથી                તારાં …

    ====ૐ====

સમજીજા જીવનને.

સામાન્ય

(રાગ- ઊંઘમાં ના વેડફીયે જીવનને …)

 

સમજીજા જીવનને ઓ માનવી સમજીજા જીવનને

જીવ્યો તે આવે અંત કાલે ઓ માનવી સમજીજા જીવનને

 

નાખે જો બાવળનાં બીજ તું કાંટા હાથમાં આવે

વાવે ફૂલડાં તો તો ભાઈ ફોરમ બધે ફેલાવે            ઓ માનવી …

 

આખો દિન તું કરતો જેવું શમણાં તેવાં આવે

ઊંઘ એ તો નાનું મોત છે એને સુધારી જાને             ઓ માનવી …

 

મૃત્ય એતો મહા નીંદર છે જીવ્યું જીવન યાદ આવે

કીધાં કરમ તે પ્રભુને દઈદે પ્રભુ તને બોલાવે            ઓ માનવી …

 

આયખું તારું  શ્રી હરીના નામ સ્મરણમાં જાયે

અંત કાળે હરીનું રટણ પ્રભુમાં ભેળવી જાયે             ઓ માનવી …

    ====ૐ====

તા. ૧૨-૪-૮૦