આસ્તિક – નાસ્તિક

સામાન્ય

આસ્તિક:

    ઈશ્વરને પામવાનો છે ધર્મ તો અમારો

    જીવનને જાણવાનો ધ્યેય છે અમારો

 

નાસ્તિક :

    ખાવું પીવું હરખવું એ પંથ છે અમારો

    ઈશ્વર અને ધરમની વાતો બધો લવારો

 

આસ્તિક:

    કઈ સાંઢતો ફરે છે ખાઈ પીને મજામાં

    ના નોકરી ના ઘર છે, છે ઝાડના વિસામા

    પશુઓ ઘણાં સુખી છે માનવ જીવન વિચારો …   ઈશ્વર …

 

નાસ્તિક :

    ભુખે મરે ભલાઓ બુરા જીવે ખુશીથી

    સારા થવું ગુનો છે પાપી જીવે સુખે થી

    સંસ્કાર ધર્મ એતો ખોટો દિસે સહારો …    ખાવું પીવું …

 

આસ્તિક :

    સિધ્ધાંત ને ટકાવા ભુખે મર્યા છે જે કો

    ને ધ્યેય પર ગયા છે નર રત્ન તો અનેકો

    એવા અહીં પૂજાયે લીધો પ્રભુ સહારો  …    ઈશ્વર …

 

નાસ્તિક :

    નાખો સમુદ્રમાં જો સાકર ની એક બોરી

    દરિયો મીઠો ન થાય ખારાશ તો છે ઘેરી

    કોણે કીધો છે ધંધો કે જગ બધું સુધારો …    ખાવું પીવું …

 

આસ્તિક :

    સાગર ની વાત છોડો થઈ જાઓ ધૂપ બત્તી

    નાની છતાંય જલશે ખુશ્બો બધે મહેકતી

    જોવાની દ્રષ્ટિ બદલો ડાહ્યા થઈ વિચારો …    ઈશ્વર …

નાસ્તિક :

    થાશે બધા ભગતતો વૈકુંઠ નાનું પડશે

    નિજ ના ભગત સમાવા વિષ્ણુને જાવું પડશે

    થઈશું અમે ભગતતો થાશે ઘણો વધારો …    ખાવું પીવું …

 

આસ્તિક :

    મેડક રમે કુવામાં દુનિયા છે એની નાની

    તોલે જગતને એતો બુધ્ધિથી એની નાની

    સર્જ્યુ છે વિશ્વ જેણે છે વિશ્વ નાથનારો …    ઈશ્વર …

 

નાસ્તિક :

    ગોપાલ સઘળું બોલ્યા ના વાત કંઈ છે બાકી

    ઈશ્વર તું માફ કરજે થઈજા અમારો સાકી

    જાણ્યો છે ધર્મ એવો જે આંખ ખોલનારો …    ઈશ્વર …

=============== ૐ =============

ભાદરવા વદ નોમ સં. ૨૦૩૫ શુક્રવાર તા. ૧૪-૯-૭૯.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s