વૃક્ષ વૃક્ષ માં વસે ને પર્ણ પર્ણ માં ફરે

સામાન્ય

વૃક્ષ વૃક્ષ માં વસે ને પર્ણ પર્ણ માં ફરે

તર્ણ તર્ણમાં મગન બનીને તું ઝુમ્યાં કરે …

 

 

પુષ્પ પુષ્પમાં બની સુગંધ તું રમ્યા કરે

વેલડીમાં વ્હાલ થઈ વસુંધરા ચુમ્યા કરે

કર્ણ કર્ણમાં બની ભ્રમર ગીતો ગુંજ્યા કરે …        વૃક્ષ વૃક્ષ …

 

 

ચંદ્રિકાની ચાંદનીમાં રજતને તું ઢોળતો

સૂર્યનાં સહસ્ત્ર રશ્મિ કિર્ણમાં તું ઘુમતો

તારલાની દીપ માળ માંહીં તું જલ્યા કરે …        વૃક્ષ વૃક્ષ …

 

 

થઈને ઐરાવત તું મદ મહીં ઝુલ્યા કરે

અશ્વ થઈ થનગનતો વિશ્વમાં ઘુમ્યાં કરે

પક્ષીરાજ થઈને વિશ્વ પાંખમાં લેવા ચહે …        વૃક્ષ વૃક્ષ …

 

 

રાજવી બનીને શૌર્ય પુંજ શો તું શોભતો

સંત થઈને મૂર્તિમંત ઈશને તું શોધતો

મહર્ષિ રૂપ ધારી તું જીવનનું દર્શન કરે …        વૃક્ષ વૃક્ષ …

 

 

શ્રેષ્ઠ છે તું શ્રેષ્ઠતાનાં આલયો તુજને ગમે

ઈષ્ટ છે તું ઈષ્ટતાના પંથો પર જઈ રમે

વિલસે છે ઈશ્વર તું કણ કણમાં સંચરે …        વૃક્ષ વૃક્ષ …

============= ૐ ============

આસો વદ સાતમ સં. ૨૦૩૫ શુક્રવાર તા. ૧૨-૧૦-૭૯.

Advertisements

4 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s