“પાપી છું શેં પાવન થાઉં” વાત ત્યજી ઇશને ભજ

સામાન્ય

( રાગ – ધર્મ ભુલાયો જગથી આજે )

 

“પાપી છું શેં પાવન થાઉં” વાત ત્યજી ઇશને ભજ

યોગેશ્વરનું વચન છે તુજને “मामेकं शरणं व्रज |”

 

જુગ જુગનો અંધાર ભેદવા એક જ્યોત પ્રગટાવી દે

ઇશ જ્યોતિ જગવી દઇને તું પાપ તિમિરને બાળી દે

રત્નાકર વાલ્મિક થઇ જાયે અઘના મારગને ત્યજ        યોગેશ્વરનું …

 

પાપ કટોરો છે તુજ હૈયું એને તું ખાલી કરજે

સંત શરણ ને સંત વચનથી ઇશ અમૃતને તું ભરજે

શ્યામ વસાવી રુદીયું કરજે ગોકુળ વૃંદાવન વ્રજ        યોગેશ્વરનું …

 

પાતક કેરાં પંક મહીં તું પંકજને ખીલવી દેજે

પુણ્ય સુગંધી ફેલાવીને મન મધુકરને ગુંજવજે

પ્રભુજી તુજને શીશ પર ધરશે ઈશની તું થા ચર્ણરજ        યોગેશ્વરનું …

 

વિવિધ માર્ગ જીવનના છોડી પ્રભુ માર્ગ પર દોડીજા

નારાયણ તુજ સંગે થાશે નર થઈને તું પો’ચીંજા

પરમ કૃપાળુ દીન દયાળુ પ્રેમ સ્વરુપ ઈશને ભજ        યોગેશ્વરનું …

=== ૐ ===

સોમવાર તા. ૧૫-૧૦-૭૯

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s