ઓ કાનજી નહીં રે ચઢાવું હું બાણ

સામાન્ય

નહીં રે ચઢાવું હું બાણ, ઓ કાનજી નહીં રે ચઢાવું હું બાણ

છોને મારે છોડવા પડશે પ્રાણ, ઓ કાનજી નહીં રે ચઢાવું હું બાણ

 

સામે ઉભા છે ત્યાં દાદાજી ભિષ્મને ગુરુજી દ્રોણ પણ ત્યાંય

ભાવે ઉછેરીને મોટા કિધા એને હણવા જીવ કેમ થાય        ઓ કાનજી …

 

સ્વજનો મારાં સામે જોઇને અંગે ઉમટી લાય

ગાંડિવ સરકે હાથથી મારું મનડું ઝોલા ખાય            ઓ કાનજી …

 

શાને કાજ મારે લડવું વાલમ સઘળાં છે યુધ્ધમાંય

જીતવું યુધ્ધ મારે જેમને કાજે મરવા ઉમટ્યાં આંહય        ઓ કાનજી …

 

ભલેને મારતાં સૌ એ મુજને ઝાલું નહીં હથિયાર

ત્રણ ત્રણ લોક તણાં રાજ્યો મળે તોય લડવું નહીં રે લગાર    ઓ કાનજી …

 

હણવા કૌરવ એનો મુજને આનંદ ઉરમાં ન થાય

મારાંને મારીને પાતકને વ્હોરવું લેખેના એતો ગણાય        ઓ કાનજી …

=== ૐ ===

આસો વદ અગિયારસ સં. ૨૦૩૫, મંગળવાર તા. ૧૬-૧૦-૭૯.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s