અર્જુન ગાંડિવ પાડે સાદ

સામાન્ય

( રાગ – તોજ ખરો યુવાન . . . )

 

ગાંડિવ પાડે સાદ, અર્જુન ગાંડિવ પાડે સાદ

તારા ગર્જનમાં સુણવો છે, પૌરુષ ઘેર્યો નાદ        અર્જુન . . .

 

દુર્યોધન ઉન્મત્ત બનીને, કરતા બહુ બકવાદ

નગ્ન બની નાચે દુઃશાસન, સર્જે કલેશ વિશાદ    અર્જુન . . .

 

હાર્યા ધર્મ અધર્મ હાથથી, સુણતું ના કોઇ દાદ

ભીમનું શૌર્ય બન્યું છે, કેદી ક્યાં કરવી ફરિયાદ    અર્જુન . . .

 

ભિષ્મ દ્રૌણ સહુ મૌન બન્યાં છે, ધર્મ ન આવે યાદ

તું પણ યુધ્ધ થકી કાં ભાગે, શેં જાગ્યો છે પ્રમાદ    અર્જુન . . .

 

આતતાયીનું હનન કરીશ, તો પામીશ સુખનો સાથ

મૃત્યુના ખોળામાં પોઢીશ, મળશે સ્વર્ગ પ્રસાદ    અર્જુન . . .

 

ભોગી થઇ ભમતા દાનવ તો, કરતા બહુ વિવાદ

ભોગવાદનું દફન કરી, સર્જી દે ઇશ્વર-વાદ        અર્જુન . . .

=== ૐ ===

આસો વદ બારસ(વાઘ બારસ) સં. ૨૦૩૫, બુધવાર તા. ૧૭-૧૦-૭૯

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s