માધવની સાથે સગાઈ કરો ભાઈ

સામાન્ય

(રાગ- કામ કરો  કામ કરો  કામ કરો ભાઈ ….)

 

માધવની સાથે સગાઈ કરો ભાઈ

સ્નેહ તણા તંતુથી બંધાઓ ભાઈ …

 

ચાહે છે ઈશ્વર જે તે સઘળું આપવું

મન બુધ્ધિ માધુર્ય એને ધરાવવું

આપો જેવું તેવું આપે છે ભાઈ         માધવની …

 

કંકરથી શંકર એ સૌને બનાવશે

બિંદુથી સિંધુની વ્યાપકતા આપશે

જીવ થકી શિવ કરે પલમાં ઓ ભાઈ    માધવની …

 

યૌવનનો પુંજ એની શક્તિ અમાપ છે

શ્રધ્ધાનો સ્ત્રોત અને કલ્પનાની આંખ છે

દેવા ચાહે ઈશ સ્વિકાર કરો ભાઈ        માધવની …

 

હેત તણા અભિષેકે ઈશને નવડાવજો

ઊર્મિની સરગમ ગઈ એને રીઝાવજો

એના થઈ એનામાં મસ્ત બનો ભાઈ     માધવની …

    ===ૐ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s