સમયની સરિતા વહે વેગવંતી

સામાન્ય

સમયની સરિતા વહે વેગવંતી

અનુકૂળ પ્રતિકૂળ કૂંડાળા સૃજંતિ …

 

તણાયે સકળ વિશ્વ એના ઝપાટે

પીગળતું ને ભળતું એ એની થપાટે

લાગે છે ત્યારે જગત નાશવંતી         સમયની …

 

વિસર્જન કરીને એ સર્જન કરે છે

ને સર્જન ને ખીલવીને વિકસિત કરે છે

ભરે છે જીવન રસને સુધા દ્રવંતી         સમયની …

 

પિલાવી એ રસને પછી ખુદ પીવે છે

મલકંતી રોનકને ખુદ એ ચુસે છે

સૃજનનાં શબોને લઈ એ વહંતી         સમયની …

 

ક્ષણ ક્ષણ બનીને તો જીવન બને છે

જીવન નાવ એમાં થઈને વહે છે

ચહું કે જીવન નાવ હો ભાગ્યવંતી        સમયની …

 

માનવ તું બનજે જીવનની ઘટિકા

પલે પલને જોજે તે બનશે પથિકા

પ્રભુનું સ્વરૂપ છે થશે ભાવવંતી        સમયની …

 

कालाय तस्मै नम: એમ કહેતાં

શાસ્ત્રો અને સંત એનેજ પૂજતાં

વિભુની વિભુતિ બનીને રમંતી         સમયની …

        ======ૐ=====

દિવાળી આસો વદ અમાસ સં. ૨૦૩૫ શનિવાર તા.૨૦-૧૦-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s