ગીતાજી સૌના હાથમાં રમે

સામાન્ય

સૌના હાથમાં રમે, ગીતાજી સૌના હાથમાં રમે

તોયે કોઈના સમજે, ગીતાજી સૌના હાથમાં રમે

 

મોટા મોટા પંડિતો પણ શબ્દારણ્યમાં ભમે

અક્ષરમાં અટવાઈ જાતા અર્થને એ દમે        ગીતાજી …

 

પંડિતો ને ચર્ચા કાજે ગીતા કહેવી ગમે

ભોળાં જનને મુગ્ધ કરીને મેવા પોતે જમે        ગીતાજી …

 

ખોટા ખોટા તર્કમાંતો જ્ઞાનીઓ બહુ ભમે

તર્ક જાળે ખુદ ફસાયે તોયે એના નમે        ગીતાજી …

 

સંસ્કૃતને જે જાણે તે પણ એનો અર્થ ન કળે

ભાષા થઈ શબ્દો સમજાયે ભાવ ન એનો કળે    ગીતાજી …

 

“જાણું છું “ કહેનારા જન તો વ્યર્થ બોલ્યા કરે

કરતાં પારાયણ હરરોજ તોયે રોતા ફરે        ગીતાજી …

 

દીકરો થઈ કો જાય પાસે તોજ ગીતાજી વદે

માતા નિજ બાળકને કહેતી એવી રીતે વદે        ગીતાજી …

    =====ૐ====

કારતક વદ પડવો સં. ૨૦૩૬ સોમવાર તા. ૫-૧૧-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s