નવા વર્ષે નૂતન ચૈતન્ય પામી ધ્યેય પર ધપજે

સામાન્ય

નવા વર્ષે નૂતન ચૈતન્ય પામી ધ્યેય પર ધપજે

પલોનાં પુષ્પ ખીલવીને સુગંધી વિશ્વને દેજે

 

સમય કેરા પ્રવાહે ક્ષણ તણાં બિંદુ ખરી જાયે

અને મૃત્યુ તણી ઉષ્મા મહીં સઘળાં વિલીન થાયે

ક્ષણે ક્ષણને કરી ભેગી નૂતન શક્તિ સૃજી લેજે        નવા વર્ષે …

 

વિતેલાં વર્ષનાં શબનું દફન તારે હવે કરવું

ભીષણને આગ ચાંપીને નવા જીવનમાં સંચરવું

નહીં રડવું નહીં ડરવું નવા પંથે ધાયે જાજો            નવા વર્ષે …

 

રચેલાં સ્વપ્ન ભાવિનાં બની ઝાકળ ઉડી જાશે

બની મૃગજળ સમુદ્રો શાં ન મૌક્તિકો કદી દેશે

“ભવિષ્યે કંઈક કરશું” વાતને મૂળથી ત્યજી દેજે        નવા વર્ષે …

 

પુરાણી જાહ્નવી પણ હર પળે તાજી થઈ દોડે

પુરાણો સૂર્ય પણ જો હર ઘડી રશ્મિ નવાં રેડે

ભલે ઉંમર વધે તારી નવું જીવન જીવી લેજે            નવા વર્ષે …

 

મળી છે હાથમાં જે પલ પ્રસાદી સમ ગણી લેજે

બુલંદી પર ચઢીને તું પ્રભુ કાર્યે ધરી દેજે

પ્રભુ આગળ ધપે હર ક્ષણ તું એનો સાથ લઈ લેજે        નવા વર્ષે …

    ====ૐ===

બેસતું વર્ષ કારતક સુદ પડવો સં. ૨૦૩૬ સોમવાર તા. ૨૨-૧૦-૭૯.

Advertisements

One response »

  1. દિનેશભાઈ,
    બહુ સરસ ગહેરા ચિંતન પછી લખાયેલી રચનાઓ છે. આ રચનામાં દરેક લીટીં સરસ છે.
    મારા કાવ્ય ‘ઓળખશે’ પર આપના પ્રતિભાવથી આનંદ થયો. સાહિત્ય ક્ષેત્રે મળતા રહેશો.
    સરયૂ પરીખ. બ્લોગ”ગંગોત્રી”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s