ઓ રામજી દઈ દેજો બુધ્ધિનાં દાન

સામાન્ય

(રાગ – મૃત્યુનું રૂપ તું પિછાણ ઓ માનવી)

 

દઈ દેજો બુધ્ધિનાં દાન, ઓ રામજી દઈ દેજો બુધ્ધિનાં દાન

પામવું તમારું છે સ્થાન, ઓ રામજી દઈ દેજો બુધ્ધિનાં દાન

 

વિશ્વ છે અનુપમ ને શોભાનો પારના

કૌશલ છે બેનમૂન યુક્તિનો પારના

ખોવાણાં શાન અને ભાન                 ઓ રામજી …

 

એક જેવું સર્જન બીજું જગમાં ના મળે

વિવિધતા તારી મુજ બુધ્ધિથી ના કળે

પીવડાવો જ્ઞાન તણા જામ                ઓ રામજી …

 

સ્વાર્થ તણા ચકડોળે બુધ્ધિ ઘુમાવતી

“તારા મારા” ના એ ખેલને ભણાવતી

છોડાવો પાપ તણું સ્થાન                ઓ રામજી …

 

ભોગમાં ભમે છે મતિ યોગનું તો જ્ઞાનના

સ્વાર્થમાં વધે છે ગતિ ઈષ્ટ તણું ભાનના

કરવાં મુજ બુધ્ધિનાં સ્નાન            ઓ રામજી …

    =====ૐ====

દિવાળી (બીજો દિવસ) આસો વદ અમાસ સં. ૨૦૩૫ રવિવાર તા. ૨૧-૧૦-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s