છલકે છલકે વસંત રંગ તણો સંગ કરી

સામાન્ય

છલકે છલકે વસંત રંગ તણો સંગ કરી

બહેકે બહેકે અનંગ અંગમાં ઉમંગ ધરી

 

ચંપકના પુષ્પ પરે શ્યામલ મધુકર ગુંજન

રાધા ને માધવનું જાણે છે સ્નેહ પૂજન

પ્રકૃતિય હૈયાના જામ લાવી મદ ભરી        છલકે …

 

કાનનમાં કોકિલા કવિતા જી રહી

સંગીત સુરાવલીઓ જગને ગજવી રહી

કેસૂડા મલ્ક્યાં છે સ્વાર્પણના રંગ ધરી        છલકે …

 

મૃત્યુ નો શોક ત્યજી ધરણી હરખી રહી

કળીઓ ને કૂંપળ તો કામણ સર્જી ગઈ

ગંધ રૂપ રસ કેરી સરિતા સરતી ફરી         છલકે …

 

યૌવનના પૌરુષને પાંખો પ્રગટી રહી

કલ્પનાનાં અશ્વ પરે અવની ઘુમી રહી

ઉતર્યો છે ઉત્સવ આ વસુધા પર દેહ ધરી        છલકે …

 

શબ્દ અને ગંધ રૂપ રસના આકાર લઈ

નૃત્ય અને ગાન તણા પ્યાલાઓ સાથ લઈ

નાચે છે યોગેશ્વર જગને ગુલતાન કરી        છલકે …

    ====ૐ====

મહા સુદ સાતમ સં. ૨૦૩૬ ગુરુવાર તા. ૨૪-૧-૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s