ધન્ય છે અર્જુન તું તો શ્યામ દુલારો

સામાન્ય

(રાગ- હું વીર છું યુવાન હવે સજ્જ થવાનો …)

 

ધન્ય છે અર્જુન તું તો શ્યામ દુલારો

ધર્મની ધજાને લહેરાવનારો …

 

કષ્ટને તું મુષ્ટિ પ્રહારોથી ભેદતો

દુ:ખ તણાં દારુણ દુર્ગોને છેદતો

સંકટ દાનવ સંહારનારો             ધર્મની …

 

સંયમનું તું તો જીવંત રુપ છે

ઈન્દ્ર અપ્સરાથી પણ તું વિમુખ છે

બ્રહ્મચર્ય વ્રતને તું ધારનારો        ધર્મની …

 

દેહ થકી વીરતાનાં તેજ છુટતાં

જગની દુર્જનતાનાં દેહ છૂંદતાં

એકલવીર કૌરવને નાથનારો        ધર્મની …

 

યાચનાતો સ્વપ્નમાંય પાસ ન આવતી

લાચારી તુજને જોઈને ભાગતી

ખુદની શક્તિથી તું ઝુઝનારો        ધર્મની …

 

બૃહનલ્લા થઈને તેં નૃત્ય તો  કીધાં

તોયે તેં ઈશ્વરને દોષ ના દીધા

શ્યામ તુજ સખા પણ ના માગનારો        ધર્મની …

 

સંસ્કૃતિને કાજે તેં જીવન દઈ દીધું

ઈશની વિભૂતિ તણું બિરુદ પણ લીધું

શ્યામ બન્યા સારથી તું કાનનો પ્યારો    ધર્મની …

    ===ૐ===

શિવરાત્રિ મહા વદ તેરસ સં. ૨૦૩૬ ગુરુવાર તા. ૧૪-૨-૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s