શૂન્ય માંથી શબ્દ થઈને વેદ બનતી શારદા
શિવ જટાથી જ્ઞાન ગંગા થઈને વહેતી શારદા
ચંદ્ર કેરા રજત રસથી દેહ જાણે તુજ બન્યા
તારકોના હાર તારા કંઠમાં શોભી રહ્યા
ધવલ વાદળના વસનમાં શોભતી માં શારદા શૂન્ય માંથી …
અબ્ધિના ઉચાં તરંગો શ્વેત ફેને શોભતા
હંસ શો આકાર લઈને વ્યોમમાં એ પોંચતાં
વાહન બનાવી હંસનું વિદ્યા વરસતી શારદા શૂન્ય માંથી …
કોક દી તું મયુરના ટહુકાર માંહીં ગુંજતી
સૌંદર્ય ફેલાવી જગે વિધ વિધ કલા માં નાચતી
તું મોર પર આરુઢ થઈ સૌંદર્ય પાતી શારદા શૂન્ય માંથી …
કર મહીં વીણા જીવનમાં ગીત સંગીત રેડતી
શુષ્કતામાં પ્રેમની સરગમ મજાથી છેડતી
પ્રકૃતિ માં સ્નેહ ગુંજન ગુંજતી મા શારદા શૂન્ય માંથી …
વિશ્વ મણકે ઘુમતી તવ માળ ક્ષણને માપતી
સૃષ્ટિના પુસ્તક મહીં તું જ્ઞાનને રેલાવતી
કર કમંડલ જલ થકી ચૈતન્ય દેતી શારદા શૂન્ય માંથી …
Reblogged this on તમારું મનન એજ મારું કવન હો! and commented:
વસંત પંચમીના પાવન પર્વે સરસ્વતી વંદના.
I did reblogged at my site.
Beautiful words. I love it.