પ્રભુ કાંઈ ઝાઝું ન માગે

સામાન્ય

(રાગ- આંધળી માં નો પત્ર … )

 

પ્રભુ કાંઈ ઝાઝું ન માગે

    બસ એક પાંદડું માગે

 

પાંદડાંનો તો પત્ર બનાવી લખવો ઈશ ને ભાઈ

જેવા જેના સબંધો છે જેવી જેની સગાઈ         પ્રભુ …

 

સ્વાર્થી જનતો લાંબી લાંબી યાદીઓ મોકલતાં

ઈચ્છા ખુદની પુરી કરવા સોદાઓ કરતાં         પ્રભુ …

 

રોજે રોજતો માગણીઓ કરતાં પરેશાન

માગણીઆ ઓની ફરીયાદોથી થાય હરી હેરાન     પ્રભુ …

 

“સુખી છું હું” તારા જગમાં લખવું છે ભગવાન

દીધું સઘળું વણ માગ્યું તે માગવાનું શું કામ         પ્રભુ …

 

જીવનને ફૂલ જેમ બનાવી ભરવી ફોરમ ભાઈ

દેવને ચરણે દેવું એને હરી બહુ ખુશ થાય         પ્રભુ …

 

રસ ભરેલાં કર્મ ફળો તો ઈશને દેવાં ભાઈ

પાણી જેવું જીવનદાયી જીવતર દેવું ત્યાંય        પ્રભુ …

 

આનંદ મંગળ કેરો કાગળ લખવો હરીને ઠામ

વાંચી પ્રભુજી ખુશ થશેને આવશે તારે ધામ         પ્રભુ …

 

    =====ૐ====

ફાગણ વદ પાંચમ સં. ૨૦૩૬ શુક્રવાર તા. ૭-૩-૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s