પ્રભુ પંથ પર ધપતો જાજે રાખીને તું શુદ્ધ મતિ

સામાન્ય

(રાગ- નવા વરસમાં નવું નથી કંઈ …  )

 

પ્રભુ પંથ પર ધપતો જાજે રાખીને તું શુદ્ધ મતિ

યોગેશ્વરનું અભય વચન છે नमे भक्त: प्रणश्यति|

 

શ્રધ્ધાનું તું પુષ્પ ખીલવજે સ્નેહ મહકતી ફોરમ ભરજે

મન મધુકરને ગવડાવીને રીઝવજે તું વિશ્વપતિ        યોગેશ્વરનું …

 

ભકતિના તું ભાવ તરંગે તારા જીવનને તું રંગે

પ્રભુનું ગાન ગજવતો જાજે કરજે તારી ઊર્ધ્વગતિ        યોગેશ્વરનું …

 

કંટક છાયો હરીનો મારગ કહી ડગાવે તુજને આ જગ

પ્રભુ પ્રેમમાં પુષ્પ ચૂંટીલે તુજ જીવનથી કાઢ ક્ષતિ        યોગેશ્વરનું …

 

હરી વિહોણા ખાલી છે નર કલેશ વિષાદ રમે છે ઘર ઘર

ધન ચાહે જન થઈને નિર્ધન ટાળ તું મુઝવણ ઈશને થતી    યોગેશ્વરનું …

 

ઈશ વચન પર શ્રધ્ધા ધરજે નરસિંહ મીરાં સમ તું બનજે

એના ખોળે જઈને રમજે વસે પ્રભુ જ્યાં ધર્મનીતિ        યોગેશ્વરનું …

    ====ૐ====

ફાગણ વદ સાતમ સં. ૨૦૩૬ રવિવાર તા. ૯-૩-૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s